માગસર મહિના ના સોમવાર શીતળા માતા ની ઉજાણી 2024
માગસર મહિના ના સોમવાર શીતળા માતા ની ઉજાણી 2024
જય શીતળા માં 🙏🏻
આજ રોજ વેરાવળ હિરણ ખાતે તારીખ ૦૨-૧૨-૨૦૨૪ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલશ્રી જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષની પરંપરાગત શિતળા માતાજી ની ઉજાણી કરવામાં આવેલ જેમાં માતાજી ની પૂજા અર્ચના કરી ત્યારબાદ માતાજી ની ધ્વજા રોહણ કરવામાં આવે હતી અને માગસર માસ ના દર સોમવારે શિતળા માતાજી ની ખારવા સમાજ ના લોકો દ્વારા ઉજાણી કરવામાં આવે છે
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલશ્રી જીતુભાઈ કુહાડા, ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ખારવા લોધી સમાજ ના પ્રમુખ હીરા ભાઈ વાધવી, વેરાવળ બોટ એસોસિયન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, તેમજ ખારવા સમાજ આગેવાન શ્રીઓ. તથા લોધી સમાજ તેમજ બોટ એસોસિએશન ના આગેવાનો શ્રીઓ બોહરી સંખ્યા મા ખારવા સમાજ ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો
જય ખારવા સમાજ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.