પ્રમુખસ્વામી મહારાજની તસવીર, સંદેશા પહોંચશે ચંદ્રમા ઉપર - At This Time

પ્રમુખસ્વામી મહારાજની તસવીર, સંદેશા પહોંચશે ચંદ્રમા ઉપર


પ્રમુખસ્વામી મહારાજની તસવીર, સંદેશા પહોંચશે ચંદ્રમા ઉપર

અમેરિકી એજન્સી નાસાની અનોખી અંજલિ : સંદેશા સાથેનું યાન કાલે લેન્ડ થશે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી 'નાસા' બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બૅપ્સ)ના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને તેમની તસવીરો અને સંદેશાને ચંદ્રમા પર પહોંચાડી અનોખી અંજલિ આપશે.

નાસાએ ખાનગી અંતરિક્ષયાન ‘ઓડિસિયસ'ની સપાટી ઉપર રિલેટિવ રેડિયેશન ટેક્નોલોજી વડે પ્રમુખસ્વામી મહારાજની તસવીરો અને તેમનાં કાર્યોને અંકિત કર્યાં છે. નાસાના આઈએમ-૧ મિશન હેઠળ અંતરિક્ષયાન બે દિવસ પછી એટલે કે ૨૨મી ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

નાસાના ઈન્ટયુટિવ મિશન્સે પ્રમુખસ્વામી મહારાજના સંદેશાને ચંદ્રમા પર મોકલવાને સમર્થન આપ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનમાં નિઃસ્વાર્થ સેવા અને માનવકલ્યાણનો સંદેશ આપ્યો હતો, તેનાથી પ્રભાવિત થઈને અમેરિકી અંતરિક્ષ એજન્સીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈન્ટયૂટિવ મિશન્સે કહ્યું હતું.

કે જ્યારે વિભિન્ન દેશ અને કંપનીઓ અંતરિક્ષ પરિયોજનાઓ અંગે સહયોગ કરે છે, ત્યારે આ પ્રકારની સામાન્ય ભાવનાઓથી જોડાયેલા સંદેશાઓને અંતરિક્ષ મિશનમાં સામેલ કરવાની મંજૂરી આપી શકાય છે, તેનાથી લક્ષ્યને હાંસલ કરવામાં એક્તા, સહયોગ અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળી શકે છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.