જૂની અદાવતમાં દંપતી પર પુત્રના સાઢુભાઈનો હુમલો: કારમા તોડફોડ - At This Time

જૂની અદાવતમાં દંપતી પર પુત્રના સાઢુભાઈનો હુમલો: કારમા તોડફોડ


ચેન્દ્રેશનગર મેઈન રોડ પર દંપતીની કારને પુત્રના સાઢુભાઈએ આંતરી જૂની અદાવતનો ખાર રાખી કારમા તોડફોડ કરી હુમલો કર્યો હતો. જે મામલે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગુરૂપ્રસાદ ચોકમાં ત્રિવેણી નગર શે.નં 3 બંધ શેરી હનુમાનજીની ડેરી ની સામે રહેતાં ગીતાબેન સંજયભાઈ પાંઉ (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સવા બારેક વાગ્યેની આસપાસ તેઓ તેના પતિ સાથે ઘરકામ સબબ બજારમા કારમાં જતા હતા. તે દરમ્યાન ચેન્દ્રેશનગર મેઈન રોડ હોન્ડાના શોરૂમની પાસે પહોંચતા તેમના મામાના દિકરાના ભાઈ પરેશ શિવા ચાવડા પોતાની કાર લઈને આવેલ અને તેઓની કાર આગળ તેની કાર ઉભી રાખી દીધેલ અને કહેવા લાગેલ કે, તું નિચે ઉતર કહીં ગાળો બોલવા લાગેલ હતો. તેમજ તેમને ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઇ ગયેલ અને તે મને કેમ અગાઉ ફોનમા ગાળો આપેલ હતી.
જેથી તેમને કહેલ કે, હવે તે બાબતે આપણે સમાધાન થઇ ગયેલ છે, પરંતુ પરેશ માનેલ નહી અને તેની પાસે રહેલ લાકડાનો ધોકા વડે ગાડીમા ડ્રાઇવર સાઇડમા કાચમાં ફટકારી તોડી નાખેલ અને તેઓ દંપતી વચ્ચે પડતાં ધોકા વડે આડેધડ માર મારવા લાગેલ હતો. બાદમાં દેકારો થતાં આરોપીએ હવે તુ મને ક્યાંય ભેગી થઈસ તો તને જાનથી મારી નાખીસ ધમકી આપી નાસી છૂટ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના દિકરાની પત્ની પ્રતીક્ષા તેના ચાર વર્ષના પૌત્ર સાથે તેઓને પૂછયા વગર તેની સાથે લઇ જતા આ અંગે તેઓ તેના પુત્ર સાથે દિકરાના પાટલા સાસુ અનપુણાના ઘરે પૂછપરછ માટે ગયેલ હતા. ત્યાં તેઓને બોલવાનુ થયેલ હતુ જે મામલે આરોપીએ હુમલો કર્યો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.