મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં દિવ્યાંગ પ્રમાણપત્ર વિતરણ કેમ્પ યોજાશે. - At This Time

મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં દિવ્યાંગ પ્રમાણપત્ર વિતરણ કેમ્પ યોજાશે.


૨૧ પ્રકારની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગજનોને પ્રમાણપત્ર આપવામાં આવશે

ગોધરા

મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે પંચમહાલ જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે જનરલ હોસ્પિટલ, સરકારી મેડીકલ કોલેજ, જીએમઇઆરએસ મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ દ્વારા યુનીવર્સલ આઇડી પર્સન વીથ ડીસેબીલીટીઝ (UDID) પોર્ટલ પર રાજ્યના મંહત્તમ દિવ્યાંગજનોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર મળી રહે તે માટે દર શુક્રવારે જે તે તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ઉપર દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ઘરાવતા ઉમેદવારોને દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે ફાળવેલ તારીખ ૧૩/૦૧/૨૦૨૩ શુક્રવારના રોજ સા.આ.કેન્દ્ર, હાલોલ,
તારીખ ૨૦/૦૧/૨૦૨૩ શુક્રવારના રોજ જનરલ હોસ્પીટલ ગોઘરા,
તારીખ ૨૭/૦૧/૨૦૨૩ શુક્રવાર સા.આ.કેન્દ્ર, કાલોલ, તારીખ ૦૩/૦૨/૨૦૨૩ શુક્રવાર, સા.આ.કેન્દ્ર, ઘોઘંબા, તારીખ ૧૦/૦૨/૨૦૨૩ શુક્રવાર, સા.આ.કેન્દ્ર,શહેરા, તારીખ ૧૭/૦૨/૨૦૨૩ શુક્રવાર સા.આ.કેન્દ્ર, જાંબુઘોડા, તારીખ ૨૪/૦૨/૨૦૨૩ શુક્રવાર, સા.આ.કેન્દ્ર, મોરવા(હ),

આ દરેક તાલુકામાં સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ કલાક દરમ્યાન આધારકાર્ડની ઝેરોક્ષ-૦૧,રાશનકાર્ડની ઝેરોક્ષ-૦૧ , પાસપર્ટ સાઇઝના ૩ ફોટા અને ઓરીજનલ રેશનકાર્ડ લઇને દિવ્યાગજનો હાજર રહીને પ્રમાણપત્રો મેળવી શકશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.