વડોદરા:ચોમાસામાં પાણી ભરાવાના સ્થળો ઉપર પરકોલેટીગ વેલ બનાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરાશે
વડોદરા, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારવડોદરા કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો રોકવા સાથે વરસાદી કાસનો માતબર ખર્ચ ઘટાડી શકાય તેમજ જમીનમાં પાણીનું સ્તર વધે તે આશયથી પરકોલેટિંગ વેલ સિસ્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા રેઇન વોટર રિચાર્જ સિસ્ટમ તેમજ પરકોલેટિંગ વેલ સિસ્ટમ તરફ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો રોકવા પરકોલેટિંગ વેલ સિસ્ટમની કામગીરી હાથ ધરી હતી. જે પૈકી કેટલાક સ્થળોએ સિસ્ટમ ફેલ થઈ છે તો કેટલાક સ્થળોએ સિસ્ટમ સફળ થઈ છે. આ સિસ્ટમ કાર્યરત કરવા પાછળ દોઢથી સાત લાખ સુધીનો ખર્ચ થાય છે. જેના થકી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જવાની સાથે વરસાદી કાસ બનાવવા જેટલો માતબર ખર્ચ અટકે છે. જો આ દિશામાં કોર્પોરેશન સફળ થાય તો 40 કી.મી એરિયામાં વરસાદી કાસ એરિયામાં બે કિલોમીટર દીઠ પરકોલેટિંગ વેલ સિસ્ટમ કાર્યરત થશે. નોંધનીય છે કે, આ સિસ્ટમમાંએકવીફર એટલે કે જમીનમાં પાણીના શોષણનું સ્તર મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ વડોદરા કોર્પોરેશન દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો રોકવા આ સિસ્ટમ અંગે સર્વે ચાલી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.