અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિ દેવામાંફ સહિત વિવિધ મુદ્દે કોંગીનેતાઓને સુત્રોચાર સાથે ધરણાં પ્રદશન - At This Time

અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિ દેવામાંફ સહિત વિવિધ મુદ્દે કોંગીનેતાઓને સુત્રોચાર સાથે ધરણાં પ્રદશન


અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિ દેવામાંફ સહિત વિવિધ મુદ્દે કોંગીનેતાઓને સુત્રોચાર સાથે ધરણાં પ્રદશન

ધરણાં બાદ પ્રાંત અધિકારીને કોંગ્રેસ નેતાઓ દ્વારા વિવિધ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્યમાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાનો સમાવેશ નહિ થતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવી અમરેલી જિલ્લામાં તાલુકા વાઇઝ વિધાનસભા વિસ્તારમા ધરણાઓ શરૂ કરવામાં આવ્યા છે આજે રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા શહેરમાં સવારે 10થી 12 વાગ્યા સુધી ધરણાં પ્રદશન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત,પૂર્વ સાંસદ વિરજી ઠુમર,સહિત કોંગ્રેસના કાર્યકરો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણામાં જોડાયા હતા ખેડૂતોને અતિવૃષ્ટિ દેવામાફ ખાંભામાં ઇકોઝોનનો પ્રશ્ન સહિત વિવિધ મુદાઓ સાથે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ આકરા પ્રહારો કર્યા હતા આગામી દિવસોમા અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાવવાની છે તેવા સમયે ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ વધુ સક્રિયતા દાખવી સંગઠન મજબૂત કરવા માટેની કવાયત પણ હાથ ધરી ઉપરાંત ચૂંટણી પહેલા સ્થાનિક વિવિધ ખેડૂતો ઉધોગોના પ્રશ્ને કોંગ્રેસ આક્રમણ બની ભાજપ સામે મોરચો માંડી દેવામાં આવ્યો છે.અમરેલી જિલ્લામાં 5 વિધાનસભા તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે તેવા સમયે કોંગ્રેસ સતા વિહોણી હોવા છતા ભાજપ સામે અવાજ ઉઠાવી પ્રજા વચ્ચે રહેવા વિપક્ષ સતત પ્રયાસ કરી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદશન યોજાયા
કોંગ્રેસ દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ પ્રદશન કરી ધરણાં યોજાયા ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે સહાય અને ઇકોઝોનમાં ખાંભા વિસ્તારમાં હટાવવાની માંગણી નગરપાલિકા વિસ્તાર રાજુલા જાફરાબાદના લોકો વિવિધ પ્રશ્નને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કોપર પ્લાન કંપની સામે વિરોધ દર્શાવી વિવિધ પ્રશ્નનો સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતએ કહ્યું દિવાળી પહેલા 21 જિલ્લામાં અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અતિવૃષ્ટિમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન ગયું હતું અને કૃષિમંત્રીએ સ્વીકાર્યું હતું અને ટુક સમયમાં અમે જાહેરાત કરીશું આવું પ્રોહલોભન આપ્યું હતું ત્યારે કોંગ્રેસ પરિવાર આ વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ નહિ કરે પરંતુ સરકારને જગાડવા માટે ધરણાં કરશે રાજુલા જાફરાબાદ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ધરણાં ઉપર બેસ્યા છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ નેતા વિરજી ઠુમરએ જણાવ્યું રાજુલાની આ દશા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે સંપૂર્ણ રીતે અહીંના ધારાસભ્યો જે પ્રકારની પરિસ્થિતિ કરી રહ્યા છે મોટા ઉધોગપતિઓ જમીનો સસ્તા ભાવે પધરાવી રહ્યા છે કોપરનો દુનિયામાં પ્લાન્ટ સ્થપાતો નથી ત્યારે રાજુલા વિસ્તારમાં મોટામાં મોટું કૌભાંડ કરી રહ્યા છે ગરીબોને બચાવો સુરતની ઘટનાઓ બની તેમાં રાજ્યના ગૃહમંત્રી રાજીનામુ આપે ખેડૂતો કોંગ્રેસ એક બની લડી રહી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.