ચોટીલા પોલીસે જાહેરમ જુગાર રમતા ઇસમોને ઝડપી લીધા.
વિક્રમસિંહ જાડેજા..
ચોટીલા પોલીસે રોકડા રૂ.૯૦,૩૦૦, ચાર મોબાઇલ કુલ મુદામાલ કિ.રૂ.૧,૧૦,૩૦૦ મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢયો
સુરેન્દ્રનગર ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના મફતીયાપરા વિસ્તારમાંથી ગંજીપાનાનો તીન પત્તીનો પૈસાની હારજીતની જુગાર રમતા છ શકુનીઓને રૂ.૧,૧૦,૩૦૦ મુદામાલ સામે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતા વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા પ્રોહીબીશન જુગારની ગેરકાયદેસર પ્રવૃતીને પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક ગીરીશકુમાર પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લા માંથી પ્રોહીજુગારની બદી નાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ વી એમ રબારી લીંબડી ડીવીઝન નાઓના માર્ગદર્શન મુજબ ટીમ બનાવી સચોટ પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ.
જે અન્વથે ચોટીલા પો.સ્ટેના પોલીસ ઇન્સ આઈ બી.વલવી ની સૂચનાથી ચોટીલા પો.સ્ટેનાના સર્વેલન્સ સ્કોડના માણસો તથા પોલીસ.ઇન્સ આઇ.બી.વલવી પ્રોહીજુગાર તથા ગે.કા હથીયાર તથા નાશતા ફરતા આરોપીઓ અંગે ફળદાઇ હકીકત મેળવવા અને પરીણામ લક્ષી કામગીરી કરવા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચોટીલા તળેટીમાં પાસે પહોંચતા પો.હેડ કોન્સ ડી.જે.વાઘેલા નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મફતીયાપરા નવગ્રહ મંદિરની પાસે ધીરૂભાઇ ભીખાભાઇ ચૌહાણના મકાનની પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપત્તી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.