કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાય
ખોડલધામ ટ્રસ્ટ - કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ છે.
કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથી મા ખોડલના પોંખણાં કરાયા હતા.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા
નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે.
આદ્યશક્તિના આ પર્વની શરૂઆત થઇ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના નરેશ પટેલે પાઠવી હતી
પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા
જયેશ રાદડિયા મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું
નવરાત્રીના નવ દિવસમાં ખોડલધામ ખાતે અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે
અહેવાલ આશિષ પાટડીયા ખોડલધામ કાગવડ
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.