" આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓએ કલેકટર કચેરી પાસે ધરણા કરી સૂત્રોચાર કર્યા " - At This Time

” આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓએ કલેકટર કચેરી પાસે ધરણા કરી સૂત્રોચાર કર્યા “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

વડોદરા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓએ "સમાન કામ સમાન વેતન " અને આઉટ સોસિંગથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની સાથે માગણી સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કાળા વસ્ત્રો પરિધાન કરી, પ્લે કાર્ડ દર્શાવી ઉગ્ર સૂત્રોચાર કરી પોતાની માગણીઓ દોહરાવી પડતર પ્રશ્નોના ઉકેલની માગ દોહરાવી હતી અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનના મંડાણના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. આજરોજ કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની માગણીઓને અને પડતર પ્રશ્નોના સંદર્ભમાં ઉપસ્થિત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon