કહેવાય છે કે મન હોય તો માળવે જવાય ……… પોગલુ પ્રાથમિક શાળાની દિકરી દક્ષા ચૌહાણ
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય .........
પોગલુ પ્રાથમિક શાળાની દિકરી દક્ષા ચૌહાણ નેશનલ સ્કુલ ગેમ્સમાં કરાટે સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
માતા-પિતાની છત્ર-છાયા ગુજાવી ફોઇના ઘરે રહી અભ્યાસ કરતી દિકરીએ માતા-પિતા અને ફોઇને ગૌરવાન્વિત કર્યા.
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામની પ્રાથમિક શાળાની ધોરણ ૮ માં અભ્યાસ કરતી દિકરી ચૌહાણ દક્ષા દિનુસિંહ પંજાબના લુધિયાના ખાતે ૬૭મા નેશનલ સ્કુલ ગેમ્સમાં કરાટેમાં ભાગ લઈ પ્રાથમિક શાળા પોગલુ અને જિલ્લાનું નામ રોશક કર્યું. દિકરી દક્ષાએ માતા-પિતાની છત્ર-છાયા ગુજાવી ફોઇના ઘરે રહી અભ્યાસ કરે છે. આ દિકરીએ માતા-પિતા અને ફોઇને ગૌરવાન્વિત કર્યા.
પંજાબના લુધિયાના ખાતે તા. ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ યોજાયેલ નેશનલ સ્કુલ ગેમ્સમાં દક્ષાએ કરાટેની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રાથમિક શાળાની દિકરી દક્ષા પ્રથમ વખતમાં રાજ્યકક્ષાએ પસંદગી પામી નેશનલ લેવલ સુધી પહોંચી હતી. સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક ૧૦ થી ૧૫ કલાકની સ્વ રક્ષણ માટે તાલિમ આપવામાં આવે છે.આ તાલીમ થકી દક્ષાએ તાલુકા અને જિલ્લામાં ખુબ સારો દેખાવ કર્યો હતો. જેના પરીણામે તે સ્ટેટ લેવલે પસંદગી પામી હતી. સ્ટેટની સ્પર્ધામાં સારો દેખાવ કરતા આ દિકરીને નડીયાદ સ્પોર્ટ સંકુલ ખાતે ૧૦ દિવસની ખાસ કરાટે તાલીમ આપવામાં આવી હતી. પંજાબના લુધિયાના ખાતે યોજાયેલ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી આવેલા સ્પર્ધકો સાથે એક સામાન્ય પરીવારની પ્રાથમિક શાળાની દિકરીએ સ્પર્ધા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.