પ્રેસ નોટ વિસાવદર સરકારી હાઈસ્કૂલમાં બાળકોની હાજરી અને ડમી એડમિશન અંગે ગંભીર ગેરરીતિ બહાર આવી
વિસાવદર સરકારી હાઈસ્કૂલમાં બાળકોની હાજરી અને ડમી એડમિશન અંગે ગંભીર ગેરરીતિ બહાર આવીઆજરોજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલીયા અને પાર્ટીના અન્ય મુખ્ય પ્રતિનિધિઓ ધર્મેશભાઈ કાનાણી, મહેન્દ્રભાઈ ડોબરીયા, રાહુલભાઈ અને કૈલાશભાઈએ વિસાવદર સરકારી હાઈસ્કૂલની મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન શાળાના વર્ગખંડોની તપાસ અને રેકોર્ડ ચકાસવા દરમ્યાન ગંભીર ગેરરીતિઓ સામે આવી. શાળાના રેકોર્ડ અનુસાર ૯૦ જેટલા વિધાર્થીઓનું એડમિશન થયેલું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર માત્ર ૪૦ ટીએચઇઇ ૪૨ વિધાર્થીઓ હાજર હતા. શાળાના કર્મચારીઓ દ્વારા ૬૩ વિધાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામાં આવી હતી, જે સ્પષ્ટપણે ખોટી હોવાનું જણાય છે. આમ, આશરે ૨૦ થી ૨૨ વિધાર્થીઓની હાજરી ખરેખર શાળામાં જોવા મળી ન હોવા છતાં તેઓની હાજરી રેકોર્ડમાં દર્શાવવામાં આવી છે. આ અંગે તપાસ કરતા શાળાના કર્મચારીઓ પાસેથી કોઈપણ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. વધુમાં, લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બાકી રહેલા વિધાર્થીઓના ડમી એડમિશન શાળા દ્વારા કરાયા હોવાના સંકેત છે.ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ તરફથી કોઈ પગલાં નહી. ? વિસાવદર હાઈસ્કૂલમાં બની રહેલી આ ગેરરીતિના મુદ્દે જિલ્લા ઉચ્ચતર શિક્ષણ વિભાગ, જુનાગઢને ફોન કરતાં તેમણે હકીકત ઈમેઈલ દ્વારા મોકલવાની સુચના આપી હતી. પરંતુ લોકમુખે આ વાતની પણ ચર્ચા છે કે આજદિન સુધી શાળાનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું નહીં હોય અને આ માહિતી લોકો જાણે છે તો ઉચ્ચ અધિકારીઓએ જાણતા નહીં હોય..શાળાના સંચાલન પર પ્રશ્નો ? આ બાબતે શાળાના સંચાલનમાં સંભવિત ભૂલચૂક અને ગેરરીતિ અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે. આ શાળાને નગરપાલિકા સંચાલિત શાળામાં મર્જ કરવાની રજુઆતો પણ સ્થાનિક સ્તરે થઈ રહી છે.આ બાબતે જવાદાર અધિકારી દ્વારા સંપૂર્ણ તપાસ કરવાનુંઆમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશ ભાઈ સાવલિયા દ્વારા ઉચ્ચકષા એ રજુવાત કરેલ હોવાનું અખબાર યાદીમાં જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.