મહીસાગર કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ - At This Time

મહીસાગર કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ


મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું જિલ્લામાં તમામ વાહનચાલકો ટ્રાફિક નિયમનનુ પાલન કરે તે ખૂબ આવશ્યક છે માટે દરેક લોકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવવા અપીલ કરી હતી. ૧૦ માથી ૯ લોકોનું એક્સીડન્ટમાં મૃત્યુ થવાનું મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે તે માટે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પેહરવું ખૂબ જરૂરી છે.

આ બેઠકમાં લુણાવાડા એ આર ટી ઓ અધિકારીશ્રી સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image