જામનગર આહીર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવ યોજાયો વિશાળ સંખ્યામાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ
જામનગર આહીર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવ યોજાયો
વિશાળ સંખ્યામાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ
જામનગર શહેરમાં શરદ પૂનમની રઢયાળી રાત્રે આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા આયોજિત રાસોત્સવના કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને એક અવિસ્મરણીય પ્રસંગ વધુ એક વખત આહીર સમાજના આંગણે આ રાસોત્સવ બની ગયો, આ ભવ્ય રાસોત્સવમાં જાણીતા ગાયકો પ્રવિણ બારોટ અને ક્રિશ્ના કળથીયાએ પરંપરાગત ગરબાના તાલે સૌને ડોલાવી દીધા હતા
આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વે ભવ્ય રાસોત્સવનું આયોજન પ્રમુખ મહેશભાઈ નંદાણીયા અને તેમની ટીમ દ્વારા અથાગ જહેમત કરી કરવામાં આવેલ આયોજન દીપી ઉઠ્યું હતું JMC ગ્રાઉન્ડ, સત્યમ કોલોની આહીર સમાજની બાજુમાં શરદ પૂનમની રઢીયાળી રાતે સતત 19માં વર્ષે આ આયોજન સમાજ માટે કરવામાં આવ્યું, આ ભવ્ય રાસોત્સવમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો
સમાજના અગ્રણી રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ આ રાસોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહી અને દરવર્ષે જે રીતે યુવા ગ્રુપ દ્વારા પરંપરા જાળવી રાખવાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેને બિરદાવી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ,આહીર સમાજ જામનગરના પ્રમુખ દેવશીભાઈ પોસ્તારીયા, સમાજ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, પ્રખ્યાત ધારાશાસ્ત્રી કનારા સાહેબ,કરશનભાઈ કરમુર,મેરામણ ભાઈ ભાટુ,રાહુલ બોરીચા કોર્પોરેટર શ્રી,આહીર કર્મચારી મંડળ ના પ્રમુખ રામસીભાઈ ચાવડા,પ્રો નંદાણીયા સાહેબ,ડો અશોક રામ, ડો વિપુલ કરમુર, ડો જયેશ ભાઈ ,આહીર મહિલા મંડળ પ્રમુખ જ્યોતિ બેન ભરવાડિયા, કરસન ભાઈ ડાંગર, સુરેશ વસરા,ભાવેશ ગાગિયા, હિતેશ ભાઈ ગાગલીયા, તેમજ અન્ય યુવા ટીમ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા...
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.