ઉત્તરાયણ પર્વ નિમિતે 100 ટ્રેકટર ઘાસચારો અર્પણ કરાયો. - At This Time

ઉત્તરાયણ પર્વ નિમિતે 100 ટ્રેકટર ઘાસચારો અર્પણ કરાયો.


કચ્છ ના નાના રણમાં આવેલ વચ્છરાજ દાદા ના મંદિર ખાતે રણમાં ગૌશાળા ચલાવવા માં આવે છે.અહી અંદાજે પાંચ હજારથી વધારે ગાયો નો નિભાવ થાય છે અહીં ગાયો નું દૂધ વેચવામાં આવતું નથી. ચોમાસા દરમિયાન રણ વિસ્તાર હોવાથી રસ્તો બંધ રહે છે. દિવાળી બાદ રસ્તાઓ ખુલતા ની ગાયો માટે ઘાસચારો દાન પેટે જુવાર,બાજરી ના પૂળા ટ્રેકટરો ભરી ને આવતાં હોય છે.
મકરસંક્રાતિ ના પર્વ નિમિતે વઢિયાર પંથક માંથી 100કરતાં વધારે ટ્રેકટર ઘાસચારો દાન આપવામાં આવ્યો છે. કનીજ, રાફુ, અનવરપુરા,સહિત ના ગામો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર ના લોકો દાન આપતાં હોય છે.


7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.