જસદણના વેપારીને લલનાએ ફસાવ્યો: મહીલા સહિત પાંચ સામે ગુન્હો દાખલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા વેપારી કલ્પેશભાઇ જેન્તીભાઇ કાનાણીએ એક અજાણી મહિલા તથા તેના ૪ અજાણ્યા સાગ્રીતો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને આરોપીઓએ અગાઉથી પૂર્વયોજીત્ર કાવત્રુ ઘડી કાવત્રા મુજબ અજાણી મહિલાએ ફરીયાદી વેપારીનો વોટસએપ મારફત સંપર્ક કરી વાતો કરી મીઠી વાતોમાં ફસાવી ફરીયાદી વેપારીને રાજકોટ સાથે આવવા કહ્યું હતું.
ત્યારબાદ ફરીયાદી આરોપી મહિલા સાથે જસદણ જૂના બસ સ્ટેન્ડથી રાજકોટ જવા ફરીયાદીની કારમાં નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં આરોપી મહિલાએ કાર ઉભી રાખવાનું કહેતા ફરીયાદીએ કાર ઉભી રાખતા પાછળથી આરોપી મહિલાના અન્ય ૪ સાગ્રીતોએ ફોર વ્હીલમાં આવી ફરીયાદી વેપારીને આ મહિલાને ત્રણ દિવસની કેમ ફેરવે છે ? તેમ કહી ગાળો આપી લાફા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરીયાદી વેપારીને બળાત્કારની ખોટા ગુન્હામાં ફિટ કરી ફસાવી દેવાની ધમકી આપી ફરીયાદી વેપારી પાસેથી બળજબરીથી રૂા. ૩ લાખ પડાવી લીધા હતાં.આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે આરોપી અજાણી મહિલા તથા તેના ૪ અજાણ્યા સાગ્રીતો સામે આઇ. પી. સી., ૩૮૮, ૧ર૦ (બી), ૩ર૩, પ૦૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જસદણનાં પી. આઇ. ટી. બી. જાની ત્થા સ્ટાફે હનીટ્રેપમાં વેપારીને ફસાવી રૂપિયા પડાવનાર મહિલા તથા તેના સાગ્રીતોની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.