પશ્ચિમ રેલ્વે દોડાવશે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન. - At This Time

પશ્ચિમ રેલ્વે દોડાવશે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન.


મુસાફરોની સુવિધા અને તહેવારોની સિઝનમાં તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે એ અમદાવાદ-પટના-નડિયાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની વિગતો નીચે મુજબ છે,

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના અને ટ્રેન નંબર 09462 પટના -નડિયાદ 04 ટ્રીપ્સ,

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના સ્પેશિયલ ગુરુવાર, 27 ઓક્ટોબર 2022 અને 3 નવેમ્બર 2022ના રોજ અમદાવાદથી 19.25 કલાકે ઉપડશે અને શનિવારે 00.30 કલાકે પટના પહોંચશે, એ જ રીતે ટ્રેન નંબર 09462 પટના - નડિયાદ સ્પેશિયલ 29 ઑક્ટોબર, 2022 અને 5 નવેમ્બર, 2022ના રોજ 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે,

આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પં.દિનદયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે,

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે,

ટ્રેન નંબર 09461 માટે બુકિંગ 23 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર્સ અને IRCTC -:આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે, ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon