શિહોર તાલુકાનું સોનગઢ ખાતે શ્રી ગુરુકુળ હાઇસ્કુલ રમત ઉત્સવ યોજાઈ ગયો - At This Time

શિહોર તાલુકાનું સોનગઢ ખાતે શ્રી ગુરુકુળ હાઇસ્કુલ રમત ઉત્સવ યોજાઈ ગયો


રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત ૩૬મો નેશન ગેમ્સનું આયોજન ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. વિધાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને શાળાના વિદ્યાર્થીઓ રમત-ગમતમાં જોડાય તેવા શુભ આશયથી વિવિધની રમતોનું આયોજન કરવામાં આવેલ. આ તકે અતિથિ વિશેષ તરીકે ભાવનગર જિલ્લા ભા.જ.પા.ના મહામંત્રી શ્રી ભૂપતભાઈ બારૈયા, સોનગઢ ગ્રામપંચાયતના વહીવટદાર વિજયસિંહ રાઠોડ, ગુરુકુલ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેલ. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરેલ. રમત-ગમતનું આયોજન શાળાના આચાર્ય ભાદરકા ગુરુજીના માર્ગદર્શન મુજબ વ્યાયામ શિક્ષક શ્રી મહાસુખભાઈ ભટ્ટે કરેલ. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પીઠાભાઈ ગુરુજીએ કરેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon