*બેરણા ગામે માનસ કિષિકંધાકાંડ કથા યોજાઈ: શ્રધ્ધાળુ શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટ્યા...* - At This Time

*બેરણા ગામે માનસ કિષિકંધાકાંડ કથા યોજાઈ: શ્રધ્ધાળુ શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટ્યા…*


*બેરણા ગામે માનસ કિષિકંધાકાંડ કથા યોજાઈ: શ્રધ્ધાળુ શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટ્યા...*

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના બેરણા ગામે રામટેકરી આશ્રમ ખાતે પ.પૂ.નારાયણદાસ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય કથા રામટેકરી આશ્રમ પરિવાર અને શ્રદ્ધાળુ ધર્મ પ્રેમીઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. કથાના પ્રારંભે કેતનભાઇ હસમુખભાઈ રાવલ પરિવારના મુખ્ય યજમાન પદે હિંમતનગરથી બેરણા રામટેકરી આશ્રમ સુધી વિશાળ પોથીયાત્રા કાઢવામાં આવી હતી. કથાના વ્યાસપીઠ પર પ.પૂ.ભરતરામ બાપુએ કથાનું તેમની આગવી શૈલીમાં રસપાન કરાવ્યું હતું. કથાનું મહત્વ સમજાવતા તેમણે જણાવેલ કે જપ, તપ, કીર્તનથી જ્ઞાન મેળવી સુખ મેળવી શકાય છે. પરંતુ કથા શ્રવણથી પરમસુખ પ્રાપ્ત થાય છે. રામના જીવન ચરિત્રને યાદ કરી દરેક મનુષ્ય જીવનમાં સદગુણો ઉતારવા અનુરોધ કર્યો હતો. કથાના અંતિમ દિને બુધવારે પૂર્ણાહુતિ પ્રસંગે ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ત્રિદિવસીય કથા દરમિયાન રાત્રે સંતવાણી, લોકડાયરો અને ભજન-કીર્તન સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.