જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રેલવે લાઈનમાં રેલવેની મુસાફરીની સમસ્યા, જરૂરિયાતની માંગણીઓ અંગેની ભાવનગર રેલવે ડિવિજનલ મેનેજરને કરવામાં આવી લેખિત રાજુવાત - At This Time

જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રેલવે લાઈનમાં રેલવેની મુસાફરીની સમસ્યા, જરૂરિયાતની માંગણીઓ અંગેની ભાવનગર રેલવે ડિવિજનલ મેનેજરને કરવામાં આવી લેખિત રાજુવાત


ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય, પોરબંદરના સાંસદ સભ્ય અને રાજ્ય સભાના સાંસદને કરાઈ લેખિત રજુવાત

જીવ જોખમાઈ તે પહેલા ઉપલેટામાં લાંબા અંતરની ટ્રેન માટે પ્લેટફોર્મની સુવિધા વધારવાની ખાસ જરૂરિયાત

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨ જાન્યુઆરી ૨૦૨૩, રેલવે વિભાગ દ્વારા જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન વચ્ચે અબજો રૂપિયાનો ખર્ચ કરીને લોકોની સુખ સુવિધા માટે મિટર ગેજ રેલવે લાઇન માંથી બ્રોડગેજ રેલવે લાઇન રૂપાંતરિત કરી છે ત્યારે આ રૂટ પર હાલ એક પણ લોકલ ટ્રેન નથી ચાલતી ઉપરાંત આ રૂટ પર હાલ એક મંત્ર લાંબા અંતરની ટ્રેન ચાલે છે જે અટવાડિયામાં માત્ર એકવાર જાય છે અને એકવાર આવે છે જેમાં આ લાંબા અંતની ટ્રેનમાં જ્યારે મુસાફરો મુસાફરી કરે છે ત્યારે ઉપલેટા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાતે આવતી આ ટ્રેનમાં મુસાફરો જીવનું જોખમ ઉઠાવીને ટ્રેનમાં ચડે છે અને ઉતરે છે કારણ કે આ ઉપલેટના પ્લેટફોર્મની વાત કરીએ તો અહિયાં માહિતી મુજબ ૧૮ કોચની કેપેસિટી ધરાવતું અંદાજિત ૪૫૦ મિટરનું પ્લેટફોર્મ છે જ્યારે અહિયાં આવતી ટ્રેનમાં રાજકોટ-પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન, પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન તેમજ લાંબા અંતરની એક માત્ર ટ્રેન પોરબંદર-સંત્રાગાચી-પોરબંદર ટ્રેન ચાલે છે જેમાં અંદાજિત જેમાં ૨૪ કોચની હોય છે.

આ ટ્રેનના અંદાજિત સાત જેટલા કોચ પ્લેટફોર્મની બહાર રહે છે જેમાં રિજરવેશન કરેલ ત્રણ જેટલા કોચ પણ આ પ્લેટફોર્મની બહાર નીકળે છે જેને લઈને મુસાફરો જેમને બાળકો, વૃધ્ધો અને અસમર્થ લોકો જીવન જોખમે દર વખતે માંડ ચડે અને ઉતરે છે આ સાથે જ આ ટ્રેન જે જગ્યા પર પ્લેટફોર્મની બહાર નીકળેલી રહે છે તેમાં વચ્ચે એક પુલ આવે છે જેમાં પેસેન્જર પાડવાની અને મોટા અકસ્માતની સંભાવનાઓ બનતા બનતા રહી ગયેલ છે જેમાં તાજેતરમાં જ ઘણા મુસાફરો ચડતી વખતે કે રાત્રે ઊતરતી વખતે જીવ હાથમાં લઈને બાળકો અને વૃધ્ધો સાથે ચડે છે અને ઉતરે છે આવી સમસ્યાને લઈને કોઈના પરિવારનું કોઈ બાળક, વડીલ, મોભી કે અન્ય કોઈ મુખ્ય વ્યક્તિ અકસ્માતે આ સમસ્યાને લઈને ઇજાગ્રસ્ત થસે અથવા તો ટ્રેન હેઠળ કપાસે કે પુલ નીચે ખબકશે તો તેમના પરિવાર પર આભ ફાટી પડશે ત્યારે આ લાંબા અંતરની ટ્રેનમાં પ્લેટફોર્મની કમી પૂર્ણ કરીને લંબાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ સાથે આ રૂટ પર હાલ એક પણ લોકલ ટ્રેન સુવિધા નથી ઉપરાંત લાંબા અંતરની જરૂરિયાત મુજબની ટ્રેન સુવિધા નથી જેમાં આ વિસ્તારના લોકોને દેવ દર્શન એટલે કે મુસ્લિમો અને હિન્દુ લોકોને તેમના દેવ સ્થાને દર્શન કરવા જવું હોય તો ફરજિયાત ખાનગી વાહનોનો સહારો અથવા તો અન્ય શહેરમાંથી રેલવે સુવિધા લેવી પડે છે જે બાબતે અનેક રજુવાતો થઈ છે ત્યારે હાલ તો અહિયાં પ્રથમ ઉપલેટાના પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવે અને ત્યારબાદ અહિયાં કાયમી લાંબા અંતરની, તીર્થ સ્થાનોને જોડતી તેમજ સ્થાનિક લોકોને વધુ રેલવેની સેવાઓ અને સુવિધાઓ મળે તેવી જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક ચૂંટાયેલ નેતાઓને પત્ર લખીને માંગ કરવામાં આવી છે ત્યારે પ્રથમ તો પ્લેટફોર્મની સમસ્યા અંગે એક વખત અધિકારીઓ અને ચુંટાયેલ નેતાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને ટ્રેન સમયે મુસાફરની સ્થિતિ અંગેની શમીક્ષા કરીને અને અહિયાના લોકોની માંગણીઓ જાણીને સુવિધા વધારી ને ઘટતી કામગીરી અને ટ્રેન અને રેલવે સુવિધાઓ અંગેની માંગ અને રાજુવાત છે.

આ બાબતે આપણે જણાવી દઈએ તો અહિયાં ઉપલેટા તાલુકાને ત્રણ રેલવે સ્ટેશન લાગુ પડે છે જેમાં ઉપલેટા રેલવે સ્ટેશન, ભાયાવદર રેલવે સ્ટેશન અને મોટી પાનેલી રેલવે સ્ટેશન ત્યારે આ વિસ્તારમાં જો વધુ ટ્રેન સુવિધાઓ શરૂ કરવામાં આવે તો રેલવેને પણ ખૂબ મોટો આર્થિક લાભ મળે શકે છે તે પણ એક હકીકત છે જે બાબતે ખુદ રેલવે વિભાગના સ્થાનિક અધિકારીઓ પણ જાણે છે ત્યારે આ બાબતોની લેખિત માંગણી અને લાગણીઑ અને રાજુવાત સાંભળીને સંવેદના દાખવી મદદ કરવા તત્પર બનશો તેવી આશા અને અપેક્ષા સાથે ભાવનગર રેલવે ડિવિજનલ મેનેજર, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્ય સભાન સાંસદ રામભાઈ મોકરિયાને પત્રો લખીને માંગ અને રાજુવાત કરવામાં આવી છે ત્યારે લોકોની માંગણીઓ અને જરૂરીયાતો અધિકારીઓ અને ચુંટાયેળ નેતાઓ પૂર્ણ કરવા મામલો હાથમાં લ્યે છે કે પછી પ્રજાને હજુ પણ વધુ પિસાવા દે છે તે તો આવનાર સમયમાં ખ્યાલ આવશે.

અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.