તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના તળાજા ખાતે સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

કોલેજના પ્રિન્સિપલશ્રી પ્રોટેક્શન ઓફિસરશ્રી તેમજ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાના કર્મચારીઓ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારી હાજર રહેલ જેમાં પ્રોટેક્શન ઓફિસર દ્વારા બાળ લગ્ન કાયદા અંગે માહિતી આપેલ હતી તેમજ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની તમામ યોજના અને સાઇબર સેફટી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

ચિરાગ જાની


7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.