રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની અરજી સંદર્ભે પોલીસે નિવેદન લેવા માટે બોલાવ્યા હતા અને તેઓ સામે શાંતિ સુલેહ ભંગ બદલના પગલા ભર્યા હતા જેને લઇને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે તકરાર કરી હતી એટલું જ નહી મારા પિતા અને ભાઇને કેમ પકડયા કહીને પોલીસ સ્ટેશનમાં પીએસઆઇનો કોલર પકડીને લાફો મારી દીધો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dkewyj01rmbqux2r/" left="-10"]

રખિયાલ પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની અરજી સંદર્ભે પોલીસે નિવેદન લેવા માટે બોલાવ્યા હતા અને તેઓ સામે શાંતિ સુલેહ ભંગ બદલના પગલા ભર્યા હતા જેને લઇને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે તકરાર કરી હતી એટલું જ નહી મારા પિતા અને ભાઇને કેમ પકડયા કહીને પોલીસ સ્ટેશનમાં પીએસઆઇનો કોલર પકડીને લાફો મારી દીધો હતો


રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એ.એ.દેસાઇને જણાવ્યા મુજબ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.બી. વાઘેલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ વિસ્તારમા રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને સાસરિયા સાથે તકરાર ચાલતી હતી જેમાં સાસરી વાળા તેમના બાળકને સારી રીતે રાખતા નથી અને તકરાર કરીને પરેશાન કરે છે તથા મળવા દેતા નથી તેવી અરજી કરી હતી. જેને લઇને પોલીસે મહિલા સહિત પરિવારના સભ્યોેને નિવેદન માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.

બીજીતરફ અરજદાર સાથે કોઇ તકરાર કરી સુંલેહ શાંતિનો ભંગ કરે અને કરાવે નહી માટે અરજદારના પિતા અને ભાઇની પોલીસે અટકાયત કરી હતી જેને લઇને મહિલાએ ઉશ્કરાઇને પલીસ કર્મચારી સાથે તકરાર કરી હતી અને માતા પિતા તથા ભાઇને કેમ પકડયા છે તેમ કહીને પીએસઆઇનો કોલર પકડીને ગાલ પર થપ્પડ મારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]