ગુમ થયેલ દિવ્યાંગ બાળક ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ એ - ડિવીઝન પોલીસે ગુમ થયેલ દિવ્યાંગ બાળક ને ગણતરીના કલાકમા શોધી અને તેના પરિવારજનો ને સોંપ્યો
મે , પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ - કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચોધરી અંજાર વિભાગ અંજાર નાઓએ અપહરણ થયેલ બાળકો તથા ગુમ થયેલ વ્યકતીઓને શોધવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને આજ રોજ પો.સ્ટે એક દિવ્યાંગ બાળકના પિતાજી પોતાનો દિકરો પોતાના ધરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ અને ગુમ થઇ ગયેલાની ફરીયાદ આપવા આવેલ જેની જાણ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.પટેલ નાઓને થતા પો.ઇન્સ એ.બી.પટેલ નાઓએ તાત્કાલીક ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી તમામ ટીમને સુચના માર્ગદર્શન આપી તમામ દિશામાં તપાસ કરાવી દિવ્યાંગ બાળકનો ફોટો નામ સરનામુ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી ગુમથના૨ દિવ્યાંગ બાળકની ગણતરી ના કલાકમાં ભાળ મેળવી બાળકને શોધી બાળકને તેના વાલી વારસને પરત સોપેલ છે .
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.