શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ હાઈસ્કૂલમાં સત્કાર સમારંભ તથા વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો.
શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ હાઈસ્કૂલમાં સત્કાર સમારંભ તથા વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો.
શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી ઇલોલ હાઈસ્કૂલમાં સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શ્રીમતી શોભાના બેન બારૈયા નો સત્કાર સમારંભ તથા શાળામાંથી વય નિવૃત્ત થતા ઇન્ચાર્જ આચાર્ય શ્રી અનવરઅલી એન. ખણુંશિયા તેમજ શાળાના શિક્ષક શ્રી મોહમ્મદ સલીમ એ. ભગત સાહેબનો વિદાય સમારોહ આજરોજ હિંમતનગર તાલુકાના લોક લાડીલા અને વિકાસ ના કાર્ય કરનારા એવા માનનીય શ્રી વી. ડી ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.
સત્કાર સમારોહમાં માનનીય શ્રીમતી શોભાના બેન બારૈયા ને આવકારવા તથા આચાર્ય શ્રી તથા શિક્ષક શ્રી ના વિદાય સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો આવી પહોંચ્યા હતા. અને શ્રીમતી શોભનાબેન બારેયાને ફૂલહાર તથા બુકે આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓ. એસ. શ્રી સી. એમ.કાગ સાહેબ તથા A.E.I. દિલીપભાઈ સુતરીયા સાહેબ ઉપસ્થિત રહી સમારંભની શોભા વધારી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ, સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, DRUCC ભારત સરકાર ના રેલવે મેમ્બર તથા હિંમતનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ પંચાલ, પ્રાંતિજ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બારૈયા, વડગામ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી મણીલાલ વાઘેલા, શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ, હિંમતનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, કાશી શાળા વિકાસ સંકુલ હિંમતનગરના કનવિનર અને સ્વસ્તિક હાઇસ્કૂલ હિંમતનગર ના આચાર્ય શ્રી ગજેન્દ્રભાઈ પટેલ , હિંમત હાઇસ્કુલ હિંમતનગરના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા અન્ય સાબરકાંઠા જિલ્લા ના આચાર્યશ્રીઓ ઇલોલ ગામના સામાજિક આગેવાનો , વિવિધ મંડળીઓના ચેરમેનશ્રીઓ , ઇલોલ, કનાઇ, કાનડા, મહેરપુરા ગામના સરપંચશ્રીઓ , જીવાપુર ના પૂર્વ ડેલીગેટ વિષ્ણુસિંહ તથા અન્ય મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નિવૃત્ત થતા આચાર્ય શ્રી અનવરઅલી ખણુંશિયા તથા મોહમ્મદ સલીમ ભગત સાહેબને અધ્યક્ષ શ્રી વી ડી ઝાલા સાહેબના હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી નૂતન કેળવણી મંડળ તરફથી આચાર્ય શ્રી અનવર અલી ખણુંશિયાને તથા મોહમ્મદ સલીમ ભગત ને સાલ ફૂલહાર તથા ભેટ મંડળના હોદ્દેદારો દ્વારા આપી ને સન્માન કર્યું હતું
તેની સાથે સાથે શાળાના કર્મચારી ગણ , ઇલોલ હાઈસ્કૂલની કર્મચારીઓની મંડળી, શાળાના કાર્યાલય તરફથી , શાળામાં આવતા જ્ઞાન સહાયક મિત્રો તરફથી , શાળાના વિદ્યાર્થીઓ તરફથી .તથા અન્ય શાળામાંથી આવેલ આચાર્ય શ્રીઓ, નિવૃત્ત શિક્ષકો તથા ગ્રામ જનો દ્વારા ભિત આપી તેમનું સન્માન કર્યું હતું.
આ સમારંભમાં સન્માન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા ના સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા નિવૃત્ત થતા બંને મિત્રોને શેષ જીવન સારી રીતે વ્યતીત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ હિંમતનગર વિધાન સભાના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા સાહેબે પણ બંને મિત્રોને શુભેચ્છા પાઠવી હતી તથા શાળાના વિકાસ માટે હર હંમેશ સાથે જ છું. ઇલોલ ગામમાં પણ વિવિધ કામો માટે તૈયારી બતાવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ પટેલ દ્વારા શાળાના ઉત્થાન માટે સરકાર દ્વારા વિવિધ યોજના બહાર પાડવામાં આવનાર છે તેનો લાભ લેવા માટે મંડળના હોદ્દેદારોને જણાવ્યું હતું. નિવૃત્ત થનાર બંને મિત્રોને શુભેચ્છા પાઠવી હતી શ્રી નૂતન કેળવણી મંડળના ઉપ પ્રમુખ શ્રી અહેમદભાઈ ઢાપા દ્વારા ઇલોલમાં વિવિધ કરેલા કાર્યોની ઝાંખી રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સારી રીતે સફળ બનાવવા શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ વણકર, મંત્રી શ્રી ઈકબાલભાઈ ખણુંશિયા, ઉપ પ્રમુખ શ્રી નટુભાઈ પ્રજાપતિ, તથા પૂર્વ પ્રમુખ શ્રી એન. કે. પટેલ તેમજ તમામ કારોબારી સદસ્ય શ્રીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી. શાળાનો સ્ટાફ ગણ પણ તેમને સોંપવામાં આવેલ તમામ કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવવા પોતાનો સિંહફાળો આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ભરત પંડ્યા તથા હાજાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.