આજરોજ હાજી કન્યા પ્રાથમિક શાળામાં બેગલેશ એક્ટિવિટી મત્સ્ય ઉદ્યોગની મુલાકાત કરવામાં આવી હતી
આજરોજ હાજી કન્યા પ્રાથમિક શાળામાં બેગલેશ એક્ટિવિટી મત્સ્ય ઉદ્યોગની મુલાકાત કરવામાં આવી હતી શાળામાંથી ધોરણ છ થી આઠ ના 35 વિદ્યાર્થીનીઓ અને સાથે પાંચ શિક્ષક મિત્રોએ મુલાકાત સ્થળે પહોંચીને બાળકોને ત્યાંના ઓનર એવા રૂપસિંહ બાદરસિંહ મોરી ને મળ્યા હતા તેમના દ્વારા અલગ અલગ છ પ્રકારની માછલીઓ બતાવવામાં આવી વિદેશમાંથી પ્લેનમાં આ માછલીઓના બીજ લાવવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ તળાવમાં તેમને ઉછેર કરવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગ એ ભવિષ્યમાં ખૂબ મોટું કૌશલ્ય ધરાવે છે તેમના દ્વારા કરોડો રૂપિયાની પ્રોફિટ થાય છે શ્રી જયંતીભાઈ સીધા દ્વારા તેમને કેટલાક પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી બાળકોએ પણ અચરજરૂપી પ્રશ્નો કરીને વિષયને ખૂબ રોમાંચિત કરી દીધો હતો બાળકોએ માછલી તથા બીજા પ્રાણી જીવોનું નિદર્શન કરી એક કિલોના ભાવ અને તેને નંગ સાથે વ્યવહારિક ગાણિતિક કિંમત જોઈને એક નવો જીવનમાં કંઈક કરવાની તક ઊભી થઈ શાળાના શિક્ષિકા બેન શ્રીમતી મિનાજબેન દ્વારા મરઘાં કેન્દ્ર માં કઈ કઈ જાતિઓ છે.તેનું આજના સમયમાં કેટલું મૂલ્ય છે.તે વિશે પૂછ્યું. શાળાના આચાર્યશ્રી રાહુલ મોરી દ્વારા શ્રી રૂપસિંહભાઇને પોતાનો કિંમતી સમય આપ્યો સમજણ આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ પાઠવી અને વધુને વધુ વ્યાપાર નો વિકાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી.
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.