મૂકબધીર ભાઈઓને કલાનું પ્લેટફોર્મ પૂરું પાડતી ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી* - At This Time

મૂકબધીર ભાઈઓને કલાનું પ્લેટફોર્મ પૂરું પાડતી ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી*


*મૂકબધીર ભાઈઓને કલાનું પ્લેટફોર્મ પૂરું પાડતી ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી*
*ગીર સોમનાથ, તા. ૧૭:* ઓખાના મૂકબધીર પંડત ભાઈઓને શિવના સોનેરી આશીર્વાદ છે. જન્મથી જ મૂકબધીર પંડત સોમાભાઈ (ઉં.વ.૨૭) અને પંડત રાજાભાઈ (ઉં.વ.૨૪) વીજળીની સ્પીડે રેતશિલ્પની કલાકૃતિઓ બનાવે છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આ ભાઈઓએ દ્વારકા, શિવરાજપુર, પોરબંદર, વડોદરા સહિતના શહેરોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યાં છે. સોમનાથના દરિયાકિનારે આ બન્ને ભાઈઓએ સૌમ્ય શિવસ્વરૂપ, કમળ સહિતના રેતશિલ્પ બનાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon