વક્તાપુર ની સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ ખાતે આનંદ મેળાનું આયોજન આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dja8zot7eh0vvmbq/" left="-10"]

વક્તાપુર ની સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ ખાતે આનંદ મેળાનું આયોજન આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ


વક્તાપુર ની સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ ખાતે આનંદ મેળાનું આયોજન

આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાં સંઘવી કે કે કે કોઠારી હાઇસ્કુલ વક્તાપુરમાં તારીખ 25 1 2023 બુધવારના રોજ આનંદ મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં કુલ 15 સ્ટોલ વિવિધ નાસ્તા ના ઉભા કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી ડી પી પટેલ સાહેબે વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે તે હેતુસર તેમને જોઈતી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે જાતે રસ લીધો હતો વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનતથી પોતાના સ્ટોલ માટે તૈયારી કરતા જણાયા તેમણે પોતાના સ્ટોલના નામકરણ સુશોભન સ્વચ્છતા આયોજન વગેરેમાં ગુસ્સાપૂર્વક અને આનંદપૂર્વક ભાગ લીધો આનંદ મેળાનું ઉદ્ઘાટનમાં શ્રી ડી પી પટેલ સાહેબે સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બીડી પટેલ સાહેબ શ્રી પી આર મકવાણા સાહેબ મંડનના પદાધિકારી ઓ વાલીઓ હાજર રહ્યા હતા વાલીઓ પણ પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા ખૂબ મોટી સંખ્યામાં શાળામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ રજવાડી શાહ એન્ડ લસ્સી સેન્ટર જય ભારત ભેળ સેન્ટર ફેમસ કચોરી વાલા જય ભવાની પોપકોર્ન સેન્ટર સેવન સ્ટાર પકોડી સેન્ટર ગુજરાતી પાવભાજી જય ભોલે પકોડી સેન્ટર વગેરે જેવા 15 સ્ટોલઉભા કર્યા હતા બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને મહેમાનોએ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા

સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]