નવીગોધર ગામનાં યુવાનો સામાજીક રૂઢી આને પરંપરા મુજબ હોળી ના મામેરા લેવાં માટે એકત્ર થઇ ને મામેરા લાવતા નજરે પડે છે - At This Time

નવીગોધર ગામનાં યુવાનો સામાજીક રૂઢી આને પરંપરા મુજબ હોળી ના મામેરા લેવાં માટે એકત્ર થઇ ને મામેરા લાવતા નજરે પડે છે


કડાણા ના નવી ગોધર ગામે હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો મહાત્મ્ય ધરાવતો તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ થઈ જાય છે. પેટિયું રડવા બહારગામ જતા આદિવાસીઓ આ સમયે અચૂક વતન આવી પહોંચે છે. દૂર નોકરી કરતા લોકો પણ આ દિવસે જરૂરથી વતને આવતા હોય છે. ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ ઢોલ, તારપું, પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે તોએવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે, જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા હોય.
રિપોર્ટર વિજય ડામોર મહીસાગર
9825521069


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.