ચોમાસું શરૂ થયા બાદ તંત્રની આંખો ખુલી.જુવો કેટલા મકાનો ભયજનક છે. - At This Time

ચોમાસું શરૂ થયા બાદ તંત્રની આંખો ખુલી.જુવો કેટલા મકાનો ભયજનક છે.


વડોદરામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરની 1012 જર્જરિત ઇમારતોને ( Dilapidated Building in Vadodara ) નોટિસ પાઠવવામાં આવી છે . જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ( Notice under the GPMC Act ) 2 મહિના અગાઉ આપવાની હતી જે ચોમાસાની શરૂઆતમાં આપવામાં આવી છે . આમાં બિલકુલ જર્જરિત 545 ઇમારતોનો ( Dilapidated Building in Vadodara ) સમાવેશ થાય છે . વડોદરાઃ શહેરમાં વિવિધ ઝોનમાં 545 ઇમારતને સંપૂર્ણ ઉતારી લેવાની નોટિસ પાઠવવામાં આવી છે . જો કામગીરી નહીં થાય તો વરસાદના પગલે મોટી જાનહાનિની ભીતિ સેવાઇ રહી છે . જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ ( Notice under the GPMC Act ) આપવામાં આવી છે . શહેરના 4 ઝોનમાં 1012 જેટલા જર્જરિત ઇમારતોને ( Dilapidated Building in Vadodara ) જોખમ ઘણી ચેતવણીના ભાગરૂપે નોટિસ ફટકારી છે . ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવે છે પરંતુ ચોક્કસથી કાર્યવાહી ન કરી એવા મકાનો ઉતારવામાં આવતા નથી અને ઇમારતો ધરાશાયી થતા નિર્દોષ લોકો એનો ભોગ બને છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.