રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો
- પીડિત શિક્ષકે આ સમગ્ર ઘટનાની ફરિયાદ DIG છત્રનિલ સિંહને કરી હતીરોહતાસ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર રોહતાસ જિલ્લામાં એક વખત ફરી બિહાર પોલીસની દાદાગીરી જોવા મળી છે. બિહારના રાહતાસ જિલ્લામાં નૌહટ્ટા પોલીસ સ્ટેશનના એક ASI પર એક દિવ્યાંગ શિક્ષકની માર પીટનો એક ચોંકાવનારો મામલે સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તિલોથુની પ્રાથમિક શાળાના દૃષ્ટિહીન શિક્ષક સંજય કુમાર વિશ્વકર્મા સાથે મારપીટ કરવામાં આવી છે. સંજય કુમાર વિશ્વકર્માના પરિવારમાં જમીન વિવાદ ચાલી રહ્યો છે. આ જ વિવાદમાં કહેવાય છે કે નૌહટ્ટા પોલીસ સ્ટેશનના ASI મનીષ કુમારે તેમને ઘરે જઈને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું.આરોપ છે કે, જ્યારે સંજય કુમાર વિશ્વકર્મા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ASI મનીષ કુમાર તેમને અપશબ્દો બોલ્યા હતા. જેના પર પીડિતે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેનાથી રોષે ભરાયેલા શિક્ષકે તેમના પર 4 કલાક સુધી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રાખીને અત્યાચાર ગુજાર્યો હતો. આ સાથે માર મારવાના કારણે શરીર પર ઘા પણ ઉભરી આવ્યા છે. જ્યારે પરિસ્થિતિ વણસવા લાગી અને જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચેલા પરિવારજનોએ બૂમો પાડવાનું શરૂ કરતાં શિક્ષકને છોડી મૂકવામાં આવ્યો હતો. આ પછી શિક્ષકે તેની સારવાર કરાવી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી. પરંતુ હજું સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.આ મામલો સામે આવ્યા બાદ જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ નૌહટ્ટા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી તથા કાર્યવાહીની માગ કરી હતી. નોહટ્ટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે ફરિયાદ પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારે લોકો માન્યા હતા. જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો નિયત સમયમર્યાદામાં દોષિત પોલીસકર્મી સામે પગલાં લેવામાં નહીં આવે તો તબક્કાવાર આંદોલન શરૂ કરવામાં આવશે અને પાર્ટીના કાર્યકરો વિરોધ કરશે અને ધરપકડ કરશે. મારપીટનો ઓડિયો થયો વાયરલકોઈ પણ પ્રકારની ફરિયાદ કે FIR વિના અપરાધિક ઈતિહાસના એક દિવ્યાંગ શિક્ષકની પોલીસ સ્ટેશનમાં મારપીટ દરમિયાનનો ઓડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, જ્યારે પોલીસના બોલાવવા પર શિક્ષક સંજય વિશ્વકર્મા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જ્યારે પોલીસ સ્ટેશનમાં વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન ASI મનીષ કુમાર શર્માને ડર હતો કે, સંજય વિશ્વકર્મા તેમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી રહ્યા છે. આ પછી ASI બેકાબૂ થઈ ગયા હતા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા અને આ દરમિયાન તમામ બાબતો મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ હતી.પોલીસે તપાસ હાથ ધરી છેપીડિત શિક્ષકે આ સમગ્ર ઘટનાની ફરિયાદ DIG છત્રનિલ સિંહને કરી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે અને ડીએસપી સ્તરના અધિકારી મામલાની તપાસ કરવા નૌહટ્ટા પહોંચ્યા હતા. પરંતુ હજુ સુધી પીડિત શિક્ષકની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી. તેમજ કોઈ વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમનો સંપર્ક કર્યો નથી. જેને લઈને પીડિતાના પક્ષમાં ક્યાંક ને ક્યાંક વધુ સંતોષ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.