ધંધુકા પંથકમાં કપાસની ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા - At This Time

ધંધુકા પંથકમાં કપાસની ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા


ધંધુકા પંથકમાં કપાસની ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

અમદાવાદ જીલ્લા ના ધંધુકા પંથકના છસિયાણા ગામની સીમમાંથી કપાસની ચોરી કરતા ત્રણ ઈસમો ગ્રામજનોની સતર્કતાને કારણે ઝડપી પડાયા. ગ્રામજનોએ આ ચોરોને પકડીને પોલીસને સોપી દીધા હતા.

પોલીસે ૨૨ મણ કપાસ અને લોડિંગ ગાડી કબજે કરી
ચોરી કરી રહેલા આ ઈસમો પાસેથી પોલીસે રૂ. ૩૩,૦૦૦ ની કિંમતનો ૨૨ મણ કપાસ કબજે કર્યો છે. ઉપરાંત, આ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી લોડિંગ ગાડી પણ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ ખુલ્યા ચોરીમાં સંડોાયેલ રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગામલોકોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ ચોરીનો ભંડાફોડ થયો છે.

પોલીસ દ્વારા હાલ વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image