ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા કોડીનાર ઉના સુત્રાપાડા વેરાવળ તાલાળા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપુર્ણ મતદાન લોકોએ ઉત્સાહભેર મતદાન કરી સાચી લોકશાહીનાં પર્વની ઉજવણી કરી ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમમાં સિલ
તા:1 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ઉના તાલાળા ગીર ગઢડા સુત્રાપાડા વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપુર્ણ મતદાન થયું હતું જેમાં મતદારોએ ઉત્સાહભેર નોટબંધી જેવી લાગેલી લાઇનોમાં ઉભા રહીને તેમજ ઢોલ નગારાનાં તાલે મતદાન કરવા મતદારો ઉમટી પડ્યા હતાં ક્યાંક ઓછા બુથ ઉભા કરવામાં આવ્યા હોવાનાં કારણે અનેક જગ્યાએ મતદારોને મતદાન કરવામાં ધીમીગતિએ મતદાન થવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ચૂંટણીપંચની નજર હેઠળ દરેક તાલુકામાં દરેક ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમજ ચૂંટણીપંચે નિમાયેલા કર્મચારી પોતાની નૈતિક ફરજ બજાવીને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકોને મતદાન કરવામાં પણ સહકાર આપવા મતદારોને અપીલ કરતાં જોવા મળ્યા હતાં આજે 5:00 કલાકે મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનાં ભાવી ઇ.વી.એમમાં મતદારોએ સિલ કરી દીધા હતાં જેમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષનાં ઉમેદવારો હાર જીતનાં દાવા કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું 60.46/: ટકા મતદાન પૂર્ણ થયું હતું ત્યારે ઉમેદવારોની હાર જીતની સાચી સત્ય હકીકત તો રિઝલ્ટનાં દિવસે જ જોવા મળશે એવું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.