શું TDP કાર્યકર્તાઓએ NDA ગઠબંધનનો વિરોધ કર્યો?:દાવો- BJPનો સપોર્ટ કરવા પર ચંદ્રાબાબુ નાયડુના સમર્થકોએ તેમના ફોટાને સળગાવ્યો; સત્ય જાણો - At This Time

શું TDP કાર્યકર્તાઓએ NDA ગઠબંધનનો વિરોધ કર્યો?:દાવો- BJPનો સપોર્ટ કરવા પર ચંદ્રાબાબુ નાયડુના સમર્થકોએ તેમના ફોટાને સળગાવ્યો; સત્ય જાણો


લોકસભા ચૂંટણી 2024માં NDA 292 અને I.N.D.I.A ગઠબંધનને 204 સીટ પર જીત મળી છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે NDAમાં સામેલ તેલુગૂ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રાબાબૂ નાયડુ વિરુદ્ધ લોકો વિરોધ કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારને સપોર્ટ કરવા પર આંધ્ર પ્રદેશના લોકોએ ચંદ્રાબાબૂ નાયડુ વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. આ વીડિયોને X પર અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો. વાઇરલ વિડીયોનું સત્ય... વાઇરલ વિડિયો વિશે સત્ય જાણવા માટે, અમે ગૂગલ પર તેના કી ફ્રેમ્સ રિવર્સ સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમને ઈન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર વાઇરલ વીડિયો સંબંધિત સંપૂર્ણ સમાચાર મળ્યા. સમાચારની લિંક... વેબસાઇટ પ્રમાણે, આંધ્ર પ્રદેશમાં ટિકિટ ન મળવાથી નારાજ TDP નેતાઓના સમર્થકોએ ખૂબ જ હંગામો કર્યો હતો. જોકે, પાર્ટીએ અનંતપુર શહરી સીટથી દગ્ગુબાતી વેંકટેશ્વર પ્રસાદને ટિકિટ આપી. તેનાથી નારાજ પૂર્વ ધારાસભ્ય વી પ્રભાકર ચૌધરીના સમર્થક નારાજ થઈ ગયા. સમર્થકોએ TDP કાર્યાલયમાં ઘુસીને ખૂબ જ તોડફોડ કરી અને ફર્નીચર સાથે પાર્ટી સુપ્રીમો એન ચંદ્રાબાબૂ નાયડુની તસવીરને પણ આગ લગાડી દીધી. પૂર્વ ધારાસભ્ય પ્રભાકર ચૌધરીએ TDP પર રૂપિયાના બદલે ટિકિટ વહેંચવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યાં જ, વેબસાઇટ પર આ સમાચાર 30 માર્ચ 2024ના રોજ પબ્લિશ થયા હતા. તપાસ દરમિયાન અમને વાઇરલ વીડિયો સહિત પ્રદર્શનનાં અન્ય વીડિયો આંધ્ર પ્રદેશના લોકલ ન્યૂઝ પોર્ટલ ટુપાકીના X અકાઉન્ટ પર પણ મળ્યા. ન્યૂઝ પોર્ટલે 29 માર્ચનો વીડિયો શેર કરીને લખ્યું- ગુંટકલ વિધાનસભા ક્ષેત્રમાં TDPના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે રૂપિયા લઇને ક્ષેત્રના નેતાપઓની જગ્યાએ પાડોસી ક્ષેત્રના નેતાઓને ટિકિટ આપવામાં આવી. આ કારણે કાર્યકર્તાઓએ ચંદ્રાબાબૂ નાયડુની તસવીરને આગ લગાડી દીધી. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp - 9201776050 પર ઈ-મેઇલ કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.