મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી-લાલાવદર-લીલીયા રોડની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી-લાલાવદર-લીલીયા રોડની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત
---
રુ.૨૫.૭૮ કરોડના ખર્ચે અમરેલી-લાલાવદર-લીલીયા રસ્તો ચાર માર્ગીય બનશે
---
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં વિકસિત ગુજરાત આગેવાની લઈ મહત્ત્વનું યોગદાન આપશે - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
---
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલી વિકાસયાત્રાના ફળ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે -મુખ્યમંત્રીશ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ
---
સરકારી યોજનાઓનો લાભ લેવામાં બાકી હોય તેમને
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' થકી ઘર-ઘર સુધી લાભ પહોંચાડવાની નેમ -મુખ્યમંત્રીશ્રી
----
અમરેલીને અનેકવિધ વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા
---
અમરેલીને વિકાસકાર્યોની વધુ એક ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અમરેલીના નગરજનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું
---
અમરેલી તા.૨૨ નવેમ્બર, ૨૦૨૩ (બુધવાર) રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ વધારતા વિકાસકાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.૧૧૦) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનો પૂજનવિધિ સાથે શુભારંભ થયો હતો. વિકાસને વરેલી રાજ્ય સરકારની વિકસિત રાજ્ય બનાવવાની નેમ હેઠળ અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિકાસ અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે તેના પાયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની રાજનીતિ છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, અમરેલી જિલ્લામાં જે નવા કાર્યો થઈ રહ્યા છે, તેની ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકાર સાથે જન પ્રતિનિધિઓની પણ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ રુ.૦૩ લાખ કરોડનું છે. અનુદાન (ગ્રાન્ટ)ના યોગ્ય ઉપયોગ થકી રાજ્યના વિકાસ કાર્યો કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં મજબૂત આર્થિક પાયો નાંખ્યો છે. કોરોનાના કપરા કાળમાં વિશ્વના મોટા-મોટા દેશોના અર્થતંત્ર પણ પણ નબળા પડ્યા ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચ્યું છે ત્યારે આપણે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરાવ્યો છે. આ વિકાસયાત્રામાં ગામે ગામ જવાની છે ત્યારે સરકારી યોજનાઓનો લાભ જેને ન મળ્યો હોય તેમના ઘર સુધી યોજનાકીય લાભો પહોંચાડવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં 'વિકસિત ગુજરાત' આગેવાની લઈ વિકસિત ભારત બનાવવા મહત્વનું યોગદાન આપે એવો સંકલ્પ લઈએ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ વડિયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી-લાલાવદર-લીલીયા રોડના ચાર માર્ગીયકરણની મંજૂરી આપી ખાતમુહૂર્ત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું. આ સાથે જ તેમણે અમરેલી રાજમહેલના રિ ડેવલપમેન્ટ માટે રુ.૨૭ કરોડ, અમરેલી જિલ્લાકક્ષાના રમત ગમત સંકુલના નિર્માણ માટે મંજૂરી, અમરેલી એરપોર્ટના રન-વેને ૨૫૦૦ મીટર લાંબો કરવાના કાર્યની મંજૂરી, અમરેલીના સૂચિત રિવરફ્રન્ટ, સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે રિવરફ્રન્ટ નિર્માણની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વશ્રીઓ, જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ, લીલીયા રોડ વિસ્તારમાં આવતી વિવિધ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી, નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, સારવકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા, રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી, બિપીનભાઈ લીંબાણી, કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અમરેલી, જિલ્લા વહીવટીતંત્રના અગ્રણીશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો અને અમરેલીના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.