દુંદાળા દેવને આવકારવા બોટાદવાસીઓમાં થનગનાટ
જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવ ગણપતિજીના પર્વ 'ગણેશ ચતુર્થી’થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે બોટાદવાસીઓમાં ગણપતિ બાપ્પાને આવકારવા અનેરો ઉત્સાહ છે. ભક્તો ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે તેમજ ગણેશ પંડાલમાં કોરોનાના નિયમોનું પાલન કરે તે હિતાવહ છે. વિવિધ પંડાલોમાં અને હજારો લોકો પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરશે.
સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે. ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે.ગણેશ પંડાલોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.