રાજકોટ ક્લેક્ટરની અધ્યક્ષતામાં કિશાન ક્રેડીટ કાર્ડ ધિરાણના દર અંગેની બેઠક યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા જિલ્લામાં વિવિધ પાકોના દર નક્કી કરવા અંગે ક્લેક્ટર કચેરી ખાતે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાની ડિસ્ટ્રીકટ લેવલ ટેકનીકલ કમીટીએ કિશાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી.) ધિરાણના દર નક્કી કરવા અને સ્ટેટ લેવલ ટેકનીકલ કમીટીને ભલામણ કરવા માટેની મીટીંગમાં સૂચવવાના દર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ખરીફ પાક, રવિ પાક, ઉનાળુ પાક, પશુપાલન, પોટ્રી, મસ્ત્ય ઉદ્યોગ સહિતના દરની વિગતો રજુ કરાઈ હતી. આ તકે લીડીંગ બેકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ, લીડ બેંકના ચેરમેન કે.એલ.બિશ્વાસ, નાબાર્ડના ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ મેનેજર ધર્મેન્દ્ર ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.