જામનગરના નગરસેવક ને તળાવની પાળે વોકિંગ દરમિયાન હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
જામનગરના નગરસેવક ને તળાવની પાળે વોકિંગ દરમિયાન હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
જામનગર ના પૂર્વ નગર સેવક અને શહેરના જાણીતા તબીબ ડો.રામજીભાઈ હરજીભાઈ સાવલિયા ડો.આર.એચ.સાવલિયા (ઉ.વ.૭૬) ને શનિવારે સાંજે એકાએક વોકિંગ દરમિયાન તળાવની પાળે હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જેથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઇ છે.
જામનગરના માજી નગર સેવક અને રણજીત નગર વિસ્તારમાં જ જનરલ પ્રેક્ટિસ કરતા ડો. આર.એચ. સાવલિયા (ઉ.વ. ૭૬) કે તેઓ શનિવારે સાંજે લાખોટા તળાવની પાળે વોકિંગ માટે નીકળ્યા હતા. જ્યાં તેઓનું એકાએક હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું છે. ૧૦૮ ની ટુકડી આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી, પરંતુ તેઓએ તબીબ રામજીભાઈ સાવલિયા ને મૃત ઘોષિત કર્યા હતા.ત્યારબાદ તેમના પુત્ર જય રામજીભાઈ સાવલિયા ઉપરાંત અન્ય પરિવારજનો, મિત્ર વર્તુળ વગેરે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. બનાવની જાણ થવાથી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી નો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.