પ્રાથમિક શાળા કાકડકુઇ ta. નેત્રંગ ખાતે અલાઇવસ લાઇફ સાયન્સ CSR વિભાગ દ્વારા શાળા કક્ષાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી.
વિજ્ઞાન ક્વિઝ કોમ્પિટિસન સ્પર્ધામાં તાલુકાની શાળાઓ જેવી કે ઝરણા ( ચાસવડ)પ્રા.શાળા, ગાલિબા પ્રા.શાળા, શણકોઈ પ્રા.શાળા, ડેબાર મુખ્ય પ્રા.શાળા, કોચબાર પ્રા.શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તમામ બાળકોને સાયન્સ ક્વિઝ રમાડવામાં આવી.બાળકોને સુમન કંપની દ્વારા સાયન્સના અવનવા પ્રયોગોની એક્ટિવિટી કરવી નિદર્શન કરાવામાં આવ્યું.અને જે સ્પર્ધામાં કાકડકુઇ પ્રા.શાળાનો પ્રથમ ક્રમ, ગાલિબા પ્રા.શાળાનો દ્વિતીય ક્રમ મેળવી વિજેતા બન્યા. વિજેતા તમામ બાળકોને શિલ્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આજ શાળાના આચાર્યશ્રી અને શૈક્ષિક સંગઠનના સિનિયર ઉપાધ્યક્ષશ્રી વિનોદભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિશ્રી બી.આર. સી. સુધાબેન વસાવા, શિક્ષક સંઘના પ્રમુખ હરિસિંહભાઈ, રાજ્ય કારોબારીશ્રી જીતેન્દ્રસિંહ બોરીદ્રા, તેમજ. શૈક્ષિક મહાસંઘ નેત્રંગ તાલુકાના પ્રમુખશ્રી રાજનભાઈ ગાંવિત, મહામંત્રીશ્રી મહેન્દ્રભાઇ વસાવા,આજ ગામના માજી સરપંચશ્રી ગૌતમભાઈ વસાવા તથા અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ હાજર રહ્યાં.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
