કાલાવડ તાલુકાના જસાપર ગામના વેપારી યુવાનનો આર્થિક સંકળામણના કારણે કૂવામાં ઝંપલાવી આપઘાત - At This Time

કાલાવડ તાલુકાના જસાપર ગામના વેપારી યુવાનનો આર્થિક સંકળામણના કારણે કૂવામાં ઝંપલાવી આપઘાત


કાલાવડ તાલુકાના જસાપર ગામના વેપારી યુવાનનો આર્થિક સંકળામણના કારણે કૂવામાં ઝંપલાવી આપઘાત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા અશોકભાઈ પોપટભાઈ પાંભર નામના ૪૪ વર્ષના પટેલ વેપારી યુવાને ગઈકાલે પોતાના ભાઈની વાડીમાં આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતક ના પત્ની શીતલબેન અશોકભાઈ પાંભરે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એસ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને કૂવામાંથી મૃતદેહને બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વેપારી પાનનો ગલ્લો ચલાવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે આર્થિક સંકળામણ ભોગવતા હતા. જે આર્થિક સંકળામણના કારણે જિંદગીથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધાનું જણાવાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.