ધો.12 માં જીવ વિજ્ઞાન વિષયમાં 4779 અને ભૂગોળમાં 11596 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
ધો.12 માં જીવ વિજ્ઞાન વિષયમાં 4779 અને ભૂગોળમાં 11596 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં જિલ્લામાં એસ.એસ.સીના ૩૬ કેન્દ્રો પરથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
ધો.12માં ભૂગોળ વિષયમાં કુલ 11792 વિધ્યાર્થીઓ પૈકી 11596 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે 196 વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 11590 અને અંગ્રેજી માધ્યમમાં 06 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના સેક્રેટીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર વિષયમાં 2082 વિદ્યાર્થીઓ પૈકી 2068 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે 14 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
ધો.12ના વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિષયમાં 2736 વિદ્યાર્થીઓ પૈકી 2711 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 25 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 2424 અને અંગ્રેજી માધ્યમમાં 287 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષણ કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
******
આ પ્રકારના તમામ સમાચાર માટેે
