ત્રણ વર્ષની સફળતા બાદ ઉપલેટામાં સમસ્ત આહીર સમાજના ચતુર્થ સમૂહ લગ્નનું કરાયું છે ભવ્ય આયોજન - At This Time

ત્રણ વર્ષની સફળતા બાદ ઉપલેટામાં સમસ્ત આહીર સમાજના ચતુર્થ સમૂહ લગ્નનું કરાયું છે ભવ્ય આયોજન


૨૫ જેટલા યુગલો માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરાયુ છે ઉપલેટામાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪, ઉપલેટા તાલુકા આહીર સમાજની સમૂહ લગ્ન સમિતિ દ્વારા ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ ચોથી વખત આહીર સમાજના દીકરા-દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે ૨૫ જેટલા સમૂહ લગ્નનું આયોજન માગશર સુદ પાંચમ શુક્રવાર તારીખ ૦૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ રાત્રીના શુભ ચોઘડિયે આયોજન કરવામાં આવ્યું છે.

ઉપલેટા તાલુકા આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજવામાં આવેલ આ સમૂહ લગ્ન માટે ૨૫ જેટલા નવયુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વહેલા તે પહેલાના ધોરણે આ સમૂહ લગ્નમાં સામેલ થવા માટેના નામ નોંધણી અને ફોર્મ ભરવાની કામગીરીઓ આ કરવામાં આવશે તેવું ઉપલેટા તાલુકા આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મીડિયાને યાદીમાં જણાવ્યું છે ત્યારે આ સમૂહ લગ્ન ના આયોજન ની અંદર નામ નોંધણી તેમજ ફોર્મ ભરવા માટે (૧) સમસ્ત આહીર સમાજ કાર્યાલય ભાદર રોડ-ઉપલેટા હરદાસભાઈ સોલંકી મો. ૯૯૨૫૧૮૧૧૪૪, ભીમભાઈ મ્યાત્રા મો. ૯૯૦૯૩૫૧૫૫૦, ભાદાભાઈ બોરખતરીયા મો. ૯૪૨૬૨૪૦૧૦૩, પુંજાભાઈ વરૂ મો. ૯૯૦૯૨૯૮૮૩૦, (૨) કનૈયા શૂટ શેરવાની વીજળી રોડ-ઉપલેટા કાનભાઈ સુવા મો. ૯૭૨૬૬૨૬૮૮૮, (૩) સહયોગ સ્ટોર્સ શગુન હાઈટ્સ પોરબંદર રોડ-ઉપલેટા ગોવિંદભાઈ નંદાણીયા મો. ૯૬૦૧૧૮૦૮૮૨, (૪) યોગી બેટરી નાગનાથ ચોક-ઉપલેટા જયદેવભાઈ ડેર મો. ૯૯૦૯૦૬૧૩૧૩ નો સંપર્ક કરવા જણાવેલ છે. આ સમૂહ લગ્ન માટે લગ્ન નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૪ રાખવામાં આવેલ છે જેથી આ સમૂહલગ્ન માટે નામ નોંધણી કરાવી ફોર્મ ભરવા માટેની તમામ પ્રક્રિયાઓ માટે વહેલા તે પહેલાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવું ઉપલેટા તાલુકા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિએ પોતાની યાદીમાં જણાવ્યું છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.