જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ


જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
---
સંચારી રોગ, ઝુનેટિક ડિસીઝ, વોટર બોર્ન, વેક્ટર બોર્ન ડિસીઝ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી
---
અમરેલી તા.૦૩ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંચારી રોગ, ઝુનેટિક ડિસીઝ, વોટર બોર્ન, વેક્ટર બોર્ન ડિસીઝ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં હાલની પરિસ્થિતિએ સંચારી રોગની દ્રષ્ટિએ કોઈ રોગચાળો ફેલાયેલો નથી. વર્ષ-૨૦૨૨-૨૩ના ચાલુ વર્ષમાં સીઝનલ ફલુના કુલ ૨૦ કેસ નોંધાયા હતા. હાલ જિલ્લામાં તમામ કક્ષાએ સ્ક્રીનીંગ અને મોનિટરિંગ શરુ છે. આ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૨માં જિલ્લામાં પાણીના કુલ ૩,૯૯૭ નમૂનાઓનું ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકીના ૩,૭૭૦ ટેસ્ટ પોઝિટિવ છે એનો મતલબ એ છે કે, જિલ્લામાં ક્લોરિન વિષયક કામગીરી સારી રીતે કરવામાં આવે છે. જિલ્લામાં તમામ કક્ષાએથી પાઈપલાઈન લીકેજ હોય તે રીપેરિંગની કામગીરી સારી રીતે થઈ રહી છે તે વધુ સારી રીતે થઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે. ઠંડા પીણાની દુકાનો, લારીઓ, રસના સીસોડા, ખુલ્લામાં ખાદ્ય-ખોરાક વહેંચતા હોય તેવા સ્થળો વગેરેની સંબંધિત કચેરી દ્વારા મુલાકાતો લઈને નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ કામગીરીની નોંધ અને તેની જાણ કરવા અંગેની કામગીરી પણ સારી રીતે થઈ શકે તે જોવા સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ક્રિમિયન કોંગો હેમરેજીક ફીવરના એકપણ કેસ નોંધાયા નથી. આ ઉપરાંત જિલ્લામાં એનિમલ બાઈટના કુલ ૩૧૭ કેસ નોંધાયા છે, પરંતુ હડકવાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં પોરાનાષક કામગીરી, સોર્સ રીડક્શન કામગીરી, અઠવાડિક ધોરણે ફોગીંગની કામગીરી ઉપરાંત વાહકજન્ય રોગ અટકાયત કામગીરી વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવે છે. કોવિડ-૧૯ લગત તમામ પ્રકારનું નિયમિત રીતે રાજ્યકક્ષાએ રીપોર્ટિંગ પણ કરવામાં આવે છે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા કક્ષાના આરોગ્ય કેન્દ્રના અધિકારી- કર્મચારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon