'ધ મિલ્કમેન' તરીકે ઓળખાતાં ડો.વર્ગીસ કુરિયનને 10મી પુણ્યતિથિએ રક્તદાન થકી શ્રદ્ધાંજલિ અપાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/df5fyu3hayam9efd/" left="-10"]

‘ધ મિલ્કમેન’ તરીકે ઓળખાતાં ડો.વર્ગીસ કુરિયનને 10મી પુણ્યતિથિએ રક્તદાન થકી શ્રદ્ધાંજલિ અપાઈ


આણંદ અમૂલ ડેરીને વિશ્વિક ઓળખ અપાવવા અને ભારતમાં શ્વેતક્રાંતિનો કીર્તિધ્વજ સ્થાપિત કરનારા ડો.વર્ગીસ કુરિયનને તેઓની 10 વાર્ષિક પુણ્યતિથિને અમૂલ ડેરી કર્મચારીગણ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અમૂલ ડેરી અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ડો.વર્ગીસ કુરિયનની 10 મી પુણ્યતિથિએ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં અમૂલ ડેરીના કર્મચારીગણ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરાયું હતું.જે થકી 211 જેટલા માતબર યુનિટ રક્ત એકત્ર થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]