ગઢડા કેળવણી સમાજ સંચાલિત એમ એમ હાઇસ્કુલ ખાતે પ્રગતિનું પંચામૃત કાર્યક્રમ સંપન્ન થયો - At This Time

ગઢડા કેળવણી સમાજ સંચાલિત એમ એમ હાઇસ્કુલ ખાતે પ્રગતિનું પંચામૃત કાર્યક્રમ સંપન્ન થયો


ગઢડા કેળવણી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર અને એમ.એમ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો.સી.કે કાનાણી ના માર્ગદર્શન તળે એમ એમ હાઇસ્કુલ માં પંચવિધ કાર્યક્રમ સંપન્ન થયો .
કાર્યક્રમના પ્રારંભમાં સૌ વિદ્યાર્થીઓનું શાસ્ત્રોકત રીતે સ્વાગત થયું જેમાં અતિથિ વિશેષ અને આશીર્વાદ આપવા માટે પધારેલા બીએપીએસ સંસ્થાનાપૂ. કોઠારી સ્વામી શ્રી અધ્યાત્મસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે આજે 85 વૃક્ષો, ,વેલીઓ ફૂલ છોડોનું વૃક્ષારોપણ થયું .જેમાં નગરના શ્રેષ્ઠિઓ અને સૌ મહેમાનો જોડાયા ત્યારબાદ આર્મી દ્વારા સૌ મહેમાનોનું નવનિર્મિત કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ માટે પધાર્યા તેમણે આજે 35 જેટલા કોમ્પ્યુટર શાળામાં વિદ્યાર્થીઓ માટે તેમના જ્ઞાનના વધારા માટે લોકાર્પિત કર્યા .
મુખ્ય કાર્યક્રમો ગત વર્ષમાં ધોરણ 9,10,11 અને 12 ના પ્રથમ ,દ્વિતીય અને તૃતીય એમ કુલ 18 વિદ્યાર્થીઓનું અદકેરુ સન્માન થયું જેમ ઓલમ્પિક્સ સ્પર્ધાઓમાં એક ,બે અને ત્રણ એમ વિજેતાઓ પોતાના સ્ટેન્ડ ઉપર ઉભા રહે છે અને મહાનુભાવો તેમને ઇનામ આપવા આવે છે તેવી રીતે વિદ્યાર્થીઓનો પણ આર્મી પરેડ દ્વારા સ્વાગત કરે અને આ વિશિષ્ટ પ્રકારના સ્ટેન્ડ ઉપર જ તેમનું સન્માન થયું સાથે સાથે દેશભક્તિની ભક્તિમાં સૌ રંગાયા .
આજે જે જે દાતાઓએ પોતાનું અમૂલ્ય યોગદાન એમ.એમ હાઈસ્કૂલના વિકાસ માટે આપ્યું છે તેમનું વિશિષ્ટ સન્માન પણ થયું જેમાં જેમાં ભરતભાઈ કળથીયા, ઠાકરશીભાઈ ભીમાણી ,પી ડી પટેલ, મનુભાઈ સવાણી ,વજુભાઈ છૈયા ,અર્જુનભાઈ રાજ્યગુરુ અમિતભાઈ રાજ્યગુરુ, મહેશભાઈ ત્રિવેદી, R F O પ્રજાપતિસાહેબ ,ગોવિંદભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ ડવ, હમીરભાઇ લાવડીયા ,પિનાકીનભાઈ જોશી, મહાવીર ભાઈ ખાચર, સંચાણિયા કાંતિભાઈ, અવેશભાઈ ,હરિભાઈ જોગરાણા ,ડોક્ટર લાખાણી સાહેબ, આદરણીય જયરાજભાઈ પટગીર ,આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત સૌનું સ્વાગત અને સન્માન થયુ.
કાર્યક્રમના પ્રારંભમાં દીવાસા નિમિત્તે શાળાના આદ્ય સ્થાપક મોહનલાલ મોતીચંદ શેઠની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી એમ.એમ હાઈ સ્કૂલના આચાર્ય શ્રી તથા શાળા પરિવાર અને ગઢડા કેળવણી સમાજના સહમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમની વંદના નો કાર્યક્રમ રહ્યો જેમાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે સમગ્ર નગરમાં યાત્રા કરી અને ત્યારબાદ આદ્ય સ્થાપકની પ્રતિમાનું સન્માન થયું તે પ્રસંગે આચાર્યશ્રી, રાજેન્દ્રભાઈ અને મનીષભાઈ પોતાના વિચારો વ્યક્ત કર્યા .
કાર્યક્રમના સમાપનમાં શાળાના આદ્યસ્થાપક મોહન દાદા ના પરિવાર મહેન્દ્રભાઈ અજમેરા મુબઈ તથા તેમની દીકરીઓ રૂપલબેન ,ડો.સેજલબેન, હેતલબેન તરફથી મળેલા અનુદાનમાંથી સમગ્ર શાળા ના 500 બાળકોને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું જેની સંપૂર્ણ વ્યવસ્થામાં એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી જે જે સાબલીયા અને 50 જેટલા એન એસ એસ સક્રિય સ્વયંસેવકો જોડાયા.
આ કાર્યક્રમ દરમિયાન ગઢડા કેળવણી સમાજના પ્રમુખ શ્રી અને ગીતા પાઠશાળાના અધ્યક્ષ શ્રી એવા સંજયભાઈ ઠાકર દ્વારા લેખિત ધોરણ 11 નો ભક્તિયોગ આધારિત ત્રિવેણી પાઠનો સમાવેશ થતા અને સાથે સાથે આશરે 9200 શાળામાં, આ સાડા સાત લાખ વિદ્યાર્થીઓ ને અભ્યાસક્રમમા ભણાવવામાં આવશે તેમ જ તેમને ભણાવતા શિક્ષકોને માર્ગદર્શન માટે ગત સપ્તાહમાં જ બાયસેગ ગાંધીનગર દ્વારા તેમના પ્રવચનો સમગ્ર રાજ્યની શાળાઓમાં પ્રસારિત થશે તે ગૌરવની બાબત છે તે અંગે તેમનું પણ પરમ પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામી પરમ પૂજ્ય પૂર્ણ કૌશલ સ્વામી અને સૌ મહાનુભાવો દ્વારા તેમનું સન્માન થયું આ પ્રસંગે આ શાળામાં છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ કર્મઠતાથી અને ખૂબ જ મહેનતથી વિકાસ કાર્ય કરી રહેલા આચાર્યશ્રી ડો. સી. કે. કાનાણીનું પણ પૂ. સ્વામીજીઓએ તથા
સૌ મહાનુભાવોએ સન્માન કર્યું અને હજુ પણ તેમના દ્વારા ખૂબ જ પ્રગતિના કાર્યો થાય તેવા રૂડા આશીર્વાદ પણ આપેલ .
કાર્યક્રમનું સંચાલન મનીષ રાજ્યગુરુએ જ્યારે આભાર વિધિ એન. ડી .ગોહિલે કરેલ સાથે સાથે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝર શ્રી આર પી સિંધવ સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.