ઉના તાલુકાના નાથળ ગામેથી રૂપિયા 17,250 નો જુગારનો ગણના પત્ર કેસ શોધી કાઢતી ઉના પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dezijk3ffxpzmru7/" left="-10"]

ઉના તાલુકાના નાથળ ગામેથી રૂપિયા 17,250 નો જુગારનો ગણના પત્ર કેસ શોધી કાઢતી ઉના પોલીસ


GUJARAT POLICE

જુગારનો રોકડ રૂ .૧૭,૨૫૦ / - નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉના પોલીસ

તા .૦૫ / ૦૭ / ૨૦૨૨ નાથળ ગામેથી જાહેરમાં જુગાર રમાં ઇસમોને ઝડતી પાડતી ઉના પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ , જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત - નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. શ્રી.એમ.યુ.મસી સાહેબ નાઓની સુચના મુજબ આજરોજ પો.સબ.ઈન્સ શ્રી ડી.બી.લાખણોત્રા તથા સર્વેલન્સ સ્કોર્ડ ના સ્ટાફ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ કોન્સ પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા વિશાલભાઇ અભેસિંહભાઇ તથા પો.કોન્સ . ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા રાહુલભાઇ નારણભાઇ તથા ભીખુશા બચુશા તથા જશપાલસિંહ પ્રતાપભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે કલાક ૧૪/૩૦ વાગ્યે પો.સ્ટે . હાજર હતા દરમ્યાન પો.કો.કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા રાહુલભાઇ નારણ ભાઇ નાઓને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે , નાથળ ગામે તળાવ કાઢે અમુક ઈસમો જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર - જીતનો જુગાર રમી રમાડે છે . તેવી હકિકત આધારે રેઇડ કરતા ( ૧ ) ભાવેશભાઇ ભાણાભાઇ શીલોન / કોળી ઉ.વ .૨૫ ધંધો - મજુરી તથા ( ર ) મહેશભાઇ મનુભાઇ સોલંકી / કોળી ઉ.વ .૨૫ ધંધો - માછીમારી તથા ( ૩ ) કાનાભાઇ રુડાભાઇ સોલંકી / કોળી ઉ.વ .૪૬ ધંધો - મજુરી તથા ( ૪ ) રાજુભાઇ રુડાભાઇ સોલંકી / કોળી ઉ.વ .૩૯ ધંધો - મજુરી રહે.નાથળ તા.ઉના જી.ગીર - સોમનાથ ( ૫ ) જેન્તીભાઇ ભીમાભાઇ બાંભનીયા / કોળી ઉ.વ .૩૯ ધંધો - મજુરી રહે , બધા નાથળ તા.ઉના જી.ગીરસોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ ૩,૧૭,૨૫૦ / - ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૨૦૯૭૭ / ૨૦૨૨ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા ચલાવી રહ્યા છે . ઉના પોલીસની કામગીરીથી જાહેરમાં જુગાર રમતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે .

( એમ.યુ.મસી ) પોલીસ ઇન્સ્પેકટર ઉના પોલીસ સ્ટેશન

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]