ઘરમાં આગ લાગી, છઠ્ઠા માળેથી કૂદ્યા 6 લોકો:2 મહિલા, 3 યુવક અને એક સગીર હોસ્પિટલમાં દાખલ; દિલ્હીમાં ગેસ લીકેજ થતાં દુર્ઘટના બની - At This Time

ઘરમાં આગ લાગી, છઠ્ઠા માળેથી કૂદ્યા 6 લોકો:2 મહિલા, 3 યુવક અને એક સગીર હોસ્પિટલમાં દાખલ; દિલ્હીમાં ગેસ લીકેજ થતાં દુર્ઘટના બની


બંને માળ આગની ચપેટમાં આવી ગયા. આ દરમિયાન અનેક લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા. 6 લોકોએ બિલ્ડિંગના સેકન્ડ ફ્લોરથી કૂદીને જીવ બચાવ્યો. જોકે, તેમને ઘણી ઈજાઓ પહોંચી છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘાયલ લોકોમાં બે મહિલાઓ, ત્રણ યુવક અને એક સગીર છે. નોંધનીય છે કે આ દુર્ઘટના ગેસ લીક થવાના કારણે બની છે. ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે. અકસ્માત સંબંધિત 2 તસવીરો.. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે
આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આગે આખું ઘર પોતાની ચપેટમાં લઈ લીધું છે. નીચે થોડાં લોકો ઊભા છે. ત્યારે ઉપરથી લોકો કૂદી રહ્યા છે. આ દરમિયાન નીચે ફાયર બ્રિગેટની ગાડીઓ પણ આગ ઓલવવા માટે પહોંચી ગઈ. ફાયર બ્રિગેટ ટીમના જણાવ્યા પ્રમાણે, આગ લાગવાની સૂચના સોમવાર (17 ફેબ્રુઆરી) રાતે 9.45 પર મળી હતી. ત્રણેય ગાડીઓએ લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image