ઉપલેટા તાલુકાના લાઠ ગામને વિકાસશીલ બનાવવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે *સાંસદ આદર્શ ગ્રામ યોજના* હેઠળ ગામને દત્તક લીધું. - At This Time

ઉપલેટા તાલુકાના લાઠ ગામને વિકાસશીલ બનાવવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે *સાંસદ આદર્શ ગ્રામ યોજના* હેઠળ ગામને દત્તક લીધું.


ઉપલેટા તાલુકાના લાઠ ગામને વિકાસશીલ બનાવવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે *સાંસદ આદર્શ ગ્રામ યોજના* હેઠળ ગામને દત્તક લીધું.
રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનું નાનું એવું રણીયામનું લાઠ ગામ આવેલ છે અને ભારત સરકાર દ્વારા નિર્દેશ કરેલ સાંસદ આદર્શ ગ્રામ યોજનાના આદેશને ધ્યાને લઇ પોરબંદર મત વિસ્તારના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા આ લાઠ ગામને હજુ વધુ રણીયામનું અને વિકાસશીલ બનાવવાના પ્રયત્ન ને ધ્યાને લઇ દત્તક લીધું છે રમેશભાઈ ધડુક લાઠ ગામને આંગણે પધાર્યા ત્યારે બાળાઓ દ્વારા કંકુ તિલક તેમજ મહિલા સત્સંગ ધૂન મંડળના બહેનો દ્વારા રાસની રમઝટ તેમજ ગામના અલગ અલગ સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પો ફુલહાર અને ઢોલ નગારા સાથે સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ગામને દત્તક લેતા રમેશભાઈ ધડુકે તકતીનું અનાવરણ કરી લાઠ ગામને આદર્શ ગામ બને તે માટે ખુલ્લું મૂક્યું હતું તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ લાઠ ગામના દાતાઓને સાંસદ શ્રી તેમજ અધિકારીગણ સરપંચ શ્રી દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાંસદના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું ડીડીઓ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે લાઠ ગામ આદર્શ ગામ તરીકે સિલેક્ટ થયું છે ત્યારે હર હમેશા વિકાસના કામોમાં પ્રથમ રહેશે ત્યારબાદ સાંસદના વક્તવ્યમાં જણાવેલ કે જ્યારે લાઠ ગામને આટલા ઉત્સાહી અને યુવા સરપંચ મળ્યા છે ત્યારે આ ગામનો વિકાસ સારી રીતે થાય તે જ અમારી પ્રાથમિકતા રહેશે અને આવનારા દિવસોમાં લાઠ ગામ આદર્શ ગામ બને તેવી અમારી સૌની નેમ રહેશે

આ ભવ્ય કાર્યક્રમમાં પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ડી.ડી.ઓ દેવ ચૌધરી સાહેબ, ડી.આર.ડી.એ નિયામક ઠુમર સાહેબ, ડે. કલેક્ટર લીખીયા સાહેબ, મામલતદાર ધનવાણી સાહેબ, ટી.ડી.ઓ ભાવસિંહ પરમાર સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ માખેચા, મહિલા મોરચા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ભાયાવદર ભાજપ પ્રમુખ અતુલભાઇ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માકડીયા, નગરપાલિકા સદસ્ય અજયભાઈ જાગણી, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બાલુભાઇ વિંઝુડા, અલગ અલગ ગામના સરપંચો, ભાજપ સંગઠનના આગેવાનો, હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon