કાણકિયા કોલેજમાં રેડ ક્રોસ ક્લબ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ.
કાણકિયા કોલેજમાં રેડ ક્રોસ ક્લબ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ.
આજરોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં તાજેતરમાં જ શરૂ થયેલ *યુથ રેડ ક્રોસ ક્લબ* દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ,જેમાં યુથ રેડ ક્રોસ ક્લબના વિદ્યાર્થીઓએ ખૂબ હોંશભેર બહોળી સંખ્યામાં ભાગ લીધેલ.સ્પર્ધા માં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો,બ્લડ ડોનેશન, ચક્ષુદાન,અંગદાન વગેરે અનેક વિષયો ઉપર સુંદર મજાના ચિત્રો દોરી તેમાં રંગ પુરી ને સરસ ચિત્રો બનાવવામાં આવેલ.રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા તરફથી વિદ્યાર્થીઓને ડ્રોઈંગ શીટ આપવામાં આવેલ.
રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ તથા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજવામાં આવેલ.
રેડ ક્રોસ સોસાયટીના યુથ રેડ ક્રોસ એક્ટિવિટીના કોઓર્ડીનેટર પ્રો ડૉ.હરેશ દેસરાણી (કોમર્સ વિભાગ) એ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ. પ્રો.પાર્થભાઈ ગેડીયા સહિતના તમામ અધ્યાપકો એ કાર્યક્રમ સફળ બનાવવા વિશેષ સહયોગ આપેલ.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ યુથ રેડક્રોસના બેઝ અર્પણ કરવામાં આવેલ.
રિપોર્ટ યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.