માળીયા હાટીના તાલુકા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી - At This Time

માળીયા હાટીના તાલુકા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી


માળીયા હાટીના ખાતે માળીયા હાટીના તાલુકા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી માં ઉપસ્થિત મહેમાનોનું ઢોલ શરણાઈ થી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડો.બાબા સાહેબ આંબેડક્ટર ને પુષ્પહાર ચડાવી દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ઉપસ્થિત 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ઉમેદવાર ભગવાનજી ભાઈ કરગઠિયા , તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ અનુસૂચિત જાતી મોરચાના આગેવાનો કાર્યોકરો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભગવાનજી ભાઈ કરગઠિયા સહિતના મહાનુભવો દ્વારા સંવિધાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

અંત માં અનુસૂચિત જાતીના આગેવાનો એ તા.1/12/22ના રોજ મતદાનના દિવસે વધુમાં વધુ ભાજપ તરફ મતદાન કરી ભગવાનજી ભાઈ કરગઠિયાને જંગી લીડ થી વિજય બનાવવા અપીલ કરી હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસુચિત મોરચા પ્રમુખ બાબુભાઇ મકવાણા , જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ચંદુભાઈ મકવાણા, માળીયા હાટીના તાલુકા ભાજપ અનુસુચિત મોરચા પ્રમુખ બીઆર ગોહેલ,જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસુચિત મોરચા કારોબારી સભ્ય ગોરધનભાઇ ગોહેલ સહિતના આગેવાનો અને કાર્યોકરોએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon