સાબરકાંઠા..... વડાલી ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો - At This Time

સાબરકાંઠા….. વડાલી ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો


વડાલી ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
********
આત્મા પ્રોજેક્ટ ધ્વારા આજ રોજ વડાલી તાલુકાના વડાલી કંપામાં સંત શ્રી નથ્થુરામ બાપા સેવા ટ્રસ્ટ સંચાલીત પાવનધામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ અને ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્ર્મમાં શ્રી વી.કે.પટેલ,પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,આત્મા અને નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ),ખેડૂત તાલીમ કેન્દ્ર, ખેડબ્રહ્મા ધ્વારા ઉપસ્થિત હાજર રહેલ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપતા પ્રાકૃતિક ખેતીના આધ્યાત્મીક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખુબ જ ઉંડાણપુર્વકની માહિતી પુરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
શ્રી જે.બી.પટેલ,નાયબ પશુપાલન નિયામકશ્રી,સાબરકાંઠા અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના લાયઝન અધિકારીશ્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિશે ખેડૂતોને ખુબ જ સુંદર માહિતી આપી હતી.
શ્રી જે.કે.પટેલ,મદદનીશ ખેતી નિયામકશ્રી,જમીન ચકાસણી પ્રયોગશાળા,ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારીશ્રીએ માટીનો નમુનો લેવાની પધ્ધતિ અને જમીનના ઓર્ગેનિક કાર્બન વિશે માહિતી આપી હતી.
શ્રી એમ.ડી.પટેલ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા,સાબરકાંઠા ધ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચે આયામો અને પંચસ્તરીય મોડલ ફાર્મ વિષેની ખુબ જ સુંદર માહિતી પુરી પાડી હતી.
કાર્યક્રમમા મોટી સંખ્યામાં હાજર ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે ખુબ જ સુંદર માહિતી પુરી પાડી હતી. પ્રાકૃતિક ગુજરાત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની બાંહેધરી આપી હતી....

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.